Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

૨ પોઝીટીવ કેસ બાદ મુળીનું આસુન્‍દ્રાળી ગામ ખાલી

૧૧૦૦ની વસ્‍તીમાંથી ૭૦૦ લોકો વાડી - ખેતરમાં રહેવા જતા રહ્યાઃ બહારથી આવનારા ઉપર નજર રાખવા સીસીટીવી કેમેરા મુકાયા

વઢવાણ તા. ૧૨ : સુરેન્‍દ્રનગરના મુળી તાલુકાના આસુન્‍દ્રાળી ગામના ઉપસરપંચના પત્‍ની અને ભાણેજને કોરોના થતા ભવાનીગઢમાં ખેતીવાડી અને પશુપાલનનો વ્‍યવસાય કરીને ગુજરાન ચલાવતા ૭૦૬ લોકો કોરોના સંક્રમણ ભયથી વાડીમાં રહેવા માટે જતા રહ્યા છે. કેમ કે પશુને લઇને સીમમાં ફરતા અને વાડીમાં ખુલ્લા વાતાવરણમાં કામ કરવા ટેવાયેલા ગામના લોકોને ઘરમાં રહેવું તે જેલ જેવું લાગી રહ્યું છે, છતા જાગૃતતા દાખવીને નિયમોનું પાલન કરી રહ્યા છે. જે લોકો ઘર છોડીને સીમમાં ગયા છે તેઓ હાલતો પોતાના ઘરમાં રહેલી જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓ લઈ ગયા છે. અંદાજે મુજબ તેમની પાસે થી ૧૦ દિવસ ચાલે તેટલી જીવન જરૂરીયાતની મહત્‍વની વસ્‍તુઓ હશે, આ અંગે ગામના મિતેશભાઇ ભરવાડે જણાવ્‍યું હતું કે, ગ્રામજનોને જરૂરીયાત હોય તેમને જરૂરી વસ્‍તુઓ લઇ આપવા ૨૦ સ્‍વયંસેવકોની ટીમ બનાવાઇ છે.

સુરેન્‍દ્રનગરની ૨૦ વર્ષની યુવતી અમદાવાદમાં રહી હતી. ૭૦ વર્ષના એક વૃદ્ધને શરદી, ખાસી, તાવ જેવા લક્ષણો જણાય તેના સેમ્‍પલ લેવાયા હતા. ત્‍યારે આ ત્રણેય શંકાસ્‍પદ રિપોર્ટ નેગેટિવ આવ્‍યાનું જિલ્લા સિવિલ સર્જન ડો. એચ. એમ.વેસેટીયને જણાવ્‍યું હતું. ટ્રાવેલીંગ હિસ્‍ટ્રીના કારણે સાયલા આરોગ્‍ય વિભાગના હેલ્‍થ સુપરવાઇઝર જી.કે.શાહ અને કર્મચારીઓએ ગોરડીયા હનુમાન વિસ્‍તાર અને દલીત વિસ્‍તારના ૨ ઘરના કુલ ૧૨ વ્‍યકિતને હોમ કોરોન્‍ટાઇન કરાયા છે. જેમાંના એક મહિલાનું સેમ્‍પલ લેવામાં આવ્‍યું છે. આ બાબતે આરોગ્‍ય અધિકારી હિતેષભાઇ મકવાણાના જણાવ્‍યા મુજબ ખીંટલા ગામ સહિત શંકાસ્‍પદ કોરોના રીપોર્ટ માટે ૩ સેમ્‍પલ રાજકોટ મોકલી આપવામાં આવ્‍યા છે.

(12:49 pm IST)