Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ખીરસરા ગુરૂકુળમાં સંતો સાંસદના હસ્તે કિટ વિતરણ

વિશ્વમાં કોરોના વાયરસ વ્યાપક રીતે મહામારીનું રૂપ ધારણ કરી કાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારે લાંબા લોકડાઉનને કારણે કેટલાય ગરીબ કુટુંબોની પરિસ્થિતિ દયનીય બની છે એવા સમયે જે.બી.સોલંકીના સૌજન્યથી સ્વામીનારાયણ કુમાર કન્યા ગુરૂકુળ ખીરસરા તથા ટીંબડીના સંસ્થાપક શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી સ્વામી તથા શાસ્ત્રી ધર્મસ્વરૂપદાસજી સ્વામી દ્વારા સાંસદ રમેશભાઇ ધડુક તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખીરસરા ગામના જરૂરિયાતમંદ પરિવારોને તેલ, ખાંડ, અનાજ સહિત આશરે વીશ કિલો વજનની રાશનકિટનુ વિતરણ કરાયુ હતુ. આ પ્રસંગે સાંસદ રમેશભાઇ ધડુકે જણાવ્યુ હતુ કે, દરેક ઇશ્વરીય આફત વેળાએ જૂદી જૂદી રીતે સમાજસેવા મરનાર અને કાયમી ધોરણે નોર્મલ ફીમા કન્યા કેળવણી સાથે સમાજની દિકરીઓને સુશિક્ષીત અને સંસ્કારી બનાવવાનો ભગીરથ પ્રયાસ કરનાર સ્વામીનારાયણ ગુરૂકુળ ખીરસરાના સંતોને ભાવથી વંદન કરૂ છુ. આ તકે ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી ભાસ્કરભાઇ વ્યાસ, વિસ્તરણ અધિકારી જે.કે.લાંગા, ભાયાવદરના ઇન્દ્રજીતસિંહ ચુડાસમા, અતુલભાઇ વાછાણી, સરજુભાઇ માકડીયા તથા ખીરસરા ગામના સરપંચ અને સંસ્થાના ટ્રસ્ટીઓએ હાજરી આપી હતી.(તસ્વીર-અહેવાલ : મનસુખભાઇ બાલઘા)

(12:05 pm IST)