Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

જામનગરમાં ખળચીતળો સર્પ જોવા મળ્યો નચર કલબના સભ્યોએ સતર્કતાથી પકડી લીધો

જામનગર તા.૧૨ : અત્યારે ચાલી રહેલ લોકડાઉનના સમયમાં જામનગરમાં સર્પ બચાવની કામગીરી કરતી સંસ્થા લાખોટા નેચર કલબને શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ગર્વમેન્ટ કોલોનીમાં ઘર પાસે સર્પ જોવા મળેલ છે તવો ફોન આવતા સંસ્થાના સર્પ બચાવકર્તા આનંદ પ્રજાપતિએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી ખડચીતળા નામના ઝેરી સર્પનો સફળતાપુર્વક બચાવ કરેલ છે અને કુદરતના ખોળે પરત મુકત કરેલ છે.

જામનગરમાં ખડચીતળો સાપ સૌપ્રથમ વખત જોવા મળેલ છે આ સર્પનુ શરીર પીળાશ પડતુ હોય અને તેના પર બદામી રંગની ગોળાકાર ચિત્રામણ જોવા મળે છે તેનુ માથુ ત્રિકોણ આકારનુ હોય તેમજ સ્વભાવે ખૂબ જ આક્રમક હોવાથી કુકરની સીટી જેવો અવાજ કરે છે જેની સરેરાશ લંબાઇ ૩.પ થી ૪.પ ફુટ સુધી હોય છે આ સર્પમાં હીમોટોકસીન પ્રકારનુ ઝેર હોય છે તેમજ ઝેરી સર્પોમાં આ સર્પના ઝેરના દાંત સૌથી લાંબા હોય છે. આ સર્પ ગીચ જંગલ, ખુલ્લા મેદાન, પથ્થરાળ જમીન, ઝાડી ઝાંખરામાં, પાંદડાના ઢગલા તેમજ ઘણી  વખત માનવ વસવાટની નજીક જોવા મળે છે. ઉંદર, ગરોળી, કાચીડા તેમજ બીજા નાના સર્પ ખોરાકમાં લે છે આ સર્પ સીધા બધ્ધાને જન્મ આપે છે. દેખાવમાં આ સર્પ અજગરના બચ્ચાને મળતો આવે છે.

હાલ ગરમીના સમયમાં સર્પ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય તેથી તેને મારશો નહી પણ તેને બચાવવા માટે લાખોટા નેચર કલબના સભ્યોનો સંપર્ક કરવો.

(12:04 pm IST)