Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

જસદણના આદર્શ ગ્રુપ દ્વારા

પોલીસ કર્મચારીઓને કોરોના સામે રક્ષણ આપતો જડીબુટીયુકત ઉકાળો પીવડાવાયો

જસદણ તા. ૧ર :.. જસદણના આદર્શ ગ્રુપ દ્વારા પોલીસ સ્ટાફને કાતીલ કોરોના સામે રક્ષણ આપતો દેશી જડી-બુટી યુકત ઉકાળો પિવડાવ્યો હતો. આદર્શ ગ્રુપના યુવાનો અરવિંદભાઇ હીરપરા, રાજુભાઇ સખીયા, નિતીનભાઇ વઘાસીયા, કેતનભાઇ ગોર, શિક્ષક છાયાણીભાઇ સહિતના ગ્રુપ ૪૦ જેટલા યુવાનો દ્વારા નજીવા દરે પુસ્તક વિતરણ, વૃક્ષા રોપણ, જરૂરીયાતમંદોને અનાજ, કરીયાણાની કીટ સહિતના સેવા કાર્યો કોઇપણ પાસેથી ફંડ ફાળો કર્યા વગર સ્વખર્ચે સેવા પ્રવૃતિ કરે છે. હાલ કોરોના વાઇરસને લીધે લોકડાઉન ચાલતુ હોય જેમાં પોલીસ જવાનો સતત ખડે પગે રહી ક. ૧૪૪નું પાલન કરાવતા હોય જેથી સતત લોકોની ચિંતા કરતા પીએસઆઇ એન. એચ. જોષી સહિત પોલીસ સ્ટાફને કોરોના રક્ષીત ઉકાળો પીવડાવ્યો હતો. આ ઉકાળો તુલશી, અજમા, અરડુસી, લીંબડાની અંતર છાલ, સુંઠ, ફુદીનો લીલી હળદર, સિંધવ નમક, ગળો દશ મુળ પાવડર, તજ, લવિંગ, આદુ જેવી જડી-બુટીઓમાંથી બનાવવામાં આવે છે તે કોરોના રક્ષીત માનવામાં આવે છે.

(12:03 pm IST)