Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

સુરતથી શ્રમિકોને વતન જામકંડોરણા આવવા નિઃશુલ્ક બસ વ્યવસ્થા ગોઠવાઇ

કેબીનેટ મંત્રી રાદડીયાની સેવાકીય પ્રવૃતિની નોંધ લેવાઇ

જામકંડોરણા તા. ૧ર :.. કોરોનાની મહામારીને લીધે લાંબા સમયના લોકડાઉનના કારણે સુરત શહેરમાં વેપાર, ધંધા તેમજ રોજગારી અર્થે જામકંડોરણા પંથકના વસવાટ કરત લોકોને વતનમાં પરત આવવું હતું પરંતુ આવવા માટે વાહન વ્યવહાર બંધ છે. તેવા સમયે જામકંડોરણા પંથકના વસવાટ કરતા લોકોને વતનમાં પરત આવવું હતું પરંતુ આવવા માટે વાહન વ્યવહાર બંધ છે તેવા સમયે જામકંડોરણા વિસ્તારના આ પરિવારોને વતનમાં કેવી રીતે જવું તે મુંઝવણ યુવા મંત્રી જયેશભાઇ રાદડીયા સુધી પહોંચતા આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી જયેશભાઇ રાદડીયાએ સુરતના આ વતન પરત આવવા ઇચ્છતા પરિવારો માટે કાર્યવાહી કરાવી અને સુરતથી પ્રાઇવેટ બસની વ્યવસ્થા કરાવી આપી તમામ બસનું થતું ભાડું જયેશભાઇ રાદડીયાના નેતૃત્વમાં ચાલતી લેઉવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા ચુકવવામાં આવી રહયું છે.

આમ આ જામકંડોરણા તાલુકાના સુરત વસતા પરિવારોને મંત્રી રાદડીયા દ્વારા વિનામુલ્ય તેમના વતન પહોંચાડવાની માનવતાની ફરજ અદા કરવામાં આવી રહી છે.

જામકંડોરણા તાલુકામાં જુદા જુદા ગામોના ચાર દિવસમાં ત્રીસ જેટલી બસોમાં કુલ ૧૧૯૪ લોકો સુરત શહેરમાંથી તેમના માદરે વતન પહોંચ્યા છે આ આવેલ તમામ બસો જામકંડોરણા ખતે કુમાર છાત્રાલયે મડીકલ ચેકઅપ-ટેમ્પ્રેસર સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું તે સમયે જયેશભાઇ રાદડીય ઉપસ્થિત રહી આવનાર તમામ પરિવારોને લોકડાઉન અને હોમ કવોરનટાઇનના નિયમોનું ચુસ્ત  પાલન કરવા જણાવેલ બાદમાં તમામ પરિવારોને કુમાર છાત્રાલય ખાતેથી જ નાસ્તો પાણી કરાવી પોતાના ઘેર મોકલ્યા હતાં.

આ સમયે જામકંડોરણા તાલુકા હેલ્થ ઓફીસર ડો. સમીર દવે તેમની આરોગ્યની ટીમ, જામકંડોરણા મામલતદાર પી. એસ. ખરાડી, તાલુકા વિકાસ અધિકારી બી. આર. બગથરીયા, પી.એસ.આઇ. જે. યુ. ગોહિલ તેમના સ્ટાફ સાથે હાજર રહયા હતા તાલુકા હેલ્થ ઓફીસર સમીર દવેએ જણાવેલ કે લોકો સુરતથી આવેલ છે જે તમામનું મડીકલ ચેકઅપ કરી સિકકા મારી  ૧૪ દિવસ હોમ કવોરનટાઇન રહેવાની સુચના આપેલ છે.

(12:03 pm IST)