Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

વાંકાનેરના કોરોના પોઝીટીવ દર્દીના વાડી પેટ્રોલ-પંપના સ્ટાફને હોમ કોરોન્ટાઇન કરાયા

મોરબી, તા.૧૨: વાંકાનેરના અરૂણોદય વિસ્તારના વૃધ્ધને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું હતું અને આ વિસ્તારના રહીશોને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

વાંકાનેરના વૃઘ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આરોગ્ય તંત્ર દ્વારા તુરંત વિસ્તારના ૪૨ ઘરના ૨૫૦ રહીશોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે અને આ વિસ્તારમાં આરોગ્ય વિભાગે સર્વે કામગીરી શરૂ કરી દીધી છે તો કોરોના પોઝીટીવ આવેલ દર્દીનો પેટ્રોલપંપ હોય તેમજ વાડી હોય જેથી તેની વાડીમાં કામ કરતા તેમજ ઘરે કામ કરતા ૧૩ લોકોને, પેટ્રોલ પંપના ૩ લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા છે દર્દી વાંકાનેરના ડોકટરના સંપર્કમાં આવ્યા હોય જેથી ડોકટર, તેના આસી.. અને લેબોરેટરી ગયા હોય જે લેબોરેટરીના ૨ સ્ટાફ સહીત કુલ ૨૦ લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

આરોગ્ય તંત્રએ તમામ કામગીરી શરૂ કરી છે. પરંતુ પોઝીટીવ દર્દીની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને લોકલ સંક્રમણની શકયતા વધુ હોય જેથી આરોગ્ય તંત્રની ચિંતા વધી જવા પામી છે અને ચેપ કયાંથી લાગ્યો તે દિશામાં તંત્ર સઘન તપાસ કરી રહ્યું છે.

(12:01 pm IST)