Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકડાઉન ભંગના કેસોનો આંક ૧૬૦૦ને વટી ગયો!!

પોલીસ હળવી રીતે વર્તે છે ત્યારે લોકો ગંભીર બનતા નથી

ખંભાળીયા તા. ૧ર :.. દેવભૂમિ દ્વારકા જિલ્લો શરૂઆતમાં દિવસો સુધી કોરોનાં પોઝીટીવથી મુકત રહયો હતો. અને તેપછી બીજા લોકડાઉનના છેલ્લા તબકકામાં ત્રણ કેસ અને તે પછી બીજા બે કેસ નીકળ્યા જે તમામ બહારના ટ્રાવેલ્સ દિલ્હીને કારણે થયેલા છે. સ્થાનીક કોઇ કેસ ના હોય સરકારી તંત્ર રેવન્યુ તથા પોલીસની વારંવાર અપીલ છતાં હજુ પણ લોકડાઉન ભંગના કેસો રોજ ૪૦-પ૦ થઇ રહ્યા છે....

તાજેતરમાં જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ સ્થાનીક અર્થતંત્રને વેગ આપવા દુકાનો, ઓફીસો તથા સંસ્થાઓ સવારના ૭ થી ર હતી તે ૭ થી સાંજના પાંચ કરી તો પણ સમય બહાર દુકાન ખોલતા વ્યકિત પકડાય છે. !!

લોકડાઉનમાં સવારના ૭ થી સાંજના ૭ ખુલ્લુ છે. જવાની છૂટ છે છતાં સાંજના ૭ થી સવારના ૭ કર્ફયુની સ્થિતિ લાગુ કરાઇ છે. તેમાં પણ રોજ ૪૦-પ૦ વ્યકિતઓ તેનો ભંગ કરતા પકડાઇ રહ્યા છે. જાણે ગંભીરતા જ નથી....!!

જિલ્લાનો લોકડાઉન ભંગનો કેસનો આંક ૧૬૦૦ ઉપર પહોંચી ગયો છે. હજુ તો પોલીસ તંત્ર હળવાશથી કામ કર છે તો પણ રોજ ૪૦ થી પ૦ કેસ થાય છે જો જરાક કડક થાય તો રોજના ૧૦૦ થી ૧પ૦ કેસ થાય તેટલા લોકો આ બાબતને ગંભીરતાથી લેતા નથી...!!

(12:00 pm IST)