Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ઉપલેટાના મોટી પાનેલીથી વતન રવાના થતા શ્રમિક પરિવારોની આંખોમાં હર્ષના આંસુ સરી પડ્યા

મોટી પાનેલી ,તા.૧૨:ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં સેંકડોની સંખ્યામાં પર પ્રાંતીય પરિવારો આવી પોતાનું પેટ રળી રહ્યા છે. ત્યારે છેલ્લા બે મહિના થી લોકડાઉન અને ખેતીની સીઝન પુરી થવામાં હોય આ મજુર પરિવારો ઘર વાપસી માટે ટળવળતા હોય સરકારશ્રીની ગાઇડલાઇન મળતાજ ગામ આગેવાનો સરપંચશ્રી મનુભાઈ ઉપસરપંચ શ્રી બધાભાઇ ભારાઈ જિલ્લા પંચાયત ચેરમેન શ્રી બાલુભાઈ વિંઝુડાના પ્રયત્નો તેમજ મામલતદાર,ઙ્ગ ટી ડીઓ , પીએસઆઇ ચાવડા, મંત્રી  વાળા  તેમજ આરોગ્ય વિભાગ ના અધિકારીના સહયોગ થી  બે બસ ભરી ને આ પર પ્રાંતીય મજુર પરિવારોને તેમના માદરે વતન મધ્ય પ્રદેશ રવાના કરેલ. રવાના કરતા પહેલા આગેવાન તેમજ અધિકારીએ તમામનું મોટી પાનેલી પી એચ સીમાં મેડિકલ ચકાસણી કરી હતી.

તમામને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરાવી મોઢા પર માસ્ક તેમજ સોસીયલ ડિસ્ટન્સ નું ધ્યાન રાખવાનું સૂચન કરવામાં આવેલ ત્યારબાદ આગેવાનો તેમજ અધિકારી શ્રીની હાજરીમા બસને પરમિશન સુપ્રત કરી રવાના કરેલ રવાના થતા આ મજુર પરિવારોએ બે હાથ જોડી આગેવાનો તેમજ અધિકારીને આશીર્વાદના ભાવ સાથે આભાર જતાવ્યો હતો હર્ષના અશ્રુ પણ વહેતા દેખાયા હતા.

આ તકે ઉપસરપંચ શ્રી બધાભાઇ ભારાઈ, જિલ્લા પંચાયત ચેરમેન શ્રી બાલુભાઈ વિંઝુડા, પી એસ આઈ શ્રી ચાવડા સાહેબ, ટી ડી ઓ વ્યાસ, મંત્રી વાળા સાહેબ, રસિક પાટડીયા, હર્ષદસિંહ વાળા ઉપસ્થિત રહ્યા હતા.

(12:00 pm IST)