Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ધોરાજી લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ફેસ માસ્ક (કવર)નું વિનામૂલ્યે વિતરણ

ધોરાજી, તા. ૧ર : સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોનાની મહામારી સામેની લડાઇમાં મહતવનું યોગદાન આપતા કોરોના વોરિયર્સ માટે ધોરાજીની સેવાભાવિ સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ફેસ કવરનું વિતરણ કરવામાં આવેલ. ધોરાજીમાં રાત દિવસ જોયા વગર કોરોના સામે લડતા ધોરાજી સરકારી હોસ્પિટલના ડોકટરો, નર્સીંગ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફ બ્લોક હેલ્થના ડોકટર તથા સ્ટાફ અને ધોરાજીના પીઆઇ, પીએસઆઇ, એસઓજી પોલીસ જવાનો હોમગાર્ડ જવાન જીઆરડી સહિતના ફરજ બજાવતા તમામ કર્મચારીઓને ધોરાજી શહેર લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ફેસ સિલ્ડ અર્પણ કરેલ આપલ હતા.

આ તકે તમામ કર્મચારીઓએ લઘુ ઉદ્યોગ ભારતીની સેવાઓને બીરદાવી હતી.

આ તકે લઘુ ઉદ્યોગ ભારતીના અધ્યક્ષ દલસુખભાઇ  અધ્યક્ષ વિનુભાઇ માથુકીયા, મહામંત્રી મગનભાઇ સાપરીયા, કોષાધ્યક્ષ ધર્મેશભાઇ હરપાળ તથા તમામ સભ્યો સેવાકીય કાર્યમાં જોડાયા હતાં.

(12:00 pm IST)