Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ગોંડલના મહિલા વકિલની મદદથી સાસરીયામાં ગોંધી રખાયેલ પરણિતા પિયરે પહોંચી...

લોકડાઉન વચ્ચે પ્રકાશબા ઝાલાએ શાસકપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને ભાવનગરના ઘોઘા પોલીસની મદદથી માતા-પુત્રીનું મિલન કરાવ્યું

ગોંડલ, તા.૧૨: અત્રેનાં મહાદેવવાડીમાં રહેતાં અન્નપૂર્ણાબા મજબુતસિંહ જાડેજા એ વરતેજના કોડીયાત ગામે સાસરીયામાં રહેલી પોતાની પુત્રીને પતિ તથાં સાસુ દ્વારા ગોંધી રાખી ત્રાસ અપાતો હોય પુત્રીની વેદનાં અંગે મહીલા સામાજિક આગેવાન તથાં એડવોકેટ પ્રકાશબા ઝાલાને વિગત જણાવતાં પ્રકાશબા એ પોલીસની મદદથી દિકરીનો કબ્જો મેળવી માતાને સોંપતાં માતાની આંખોમાં અશ્રુધારા વહેવાં લાગી હતી.

એડવોકેટ પ્રકાશબા ઝાલાનાં જણાંવ્યા મુજબ અન્નપૂર્ણાબાનાં પુત્રી સીમાબાનાં લગ્ન એક વષઁ પહેલાં વરતેજના કોડીયાત ગામે રહેતાં મયુરસિંહ સરવૈયા સાથે થયાં હતાં.લગ્ન બાદ સાસરીયામાં ગયેલ સીમાબા ને જાણ થયેલ કે તેનાં પતિ હેવી ડાયાબીટીસ થી પિડીત છે.અને બન્ને કિડની પણ ફેઇલ છે.જેને કારણે વારંવાર ડાયાલીસીસ કરાવવું પડે છે.આ વાત સીમાબા તથાં તેનાં પરીવાર થી છુપાવાઇ હોય સીમાબા એ પતિ મયુરસિંહ અને સાસુ ને પોતાને છેતરી લગ્ન કરાયાં નું જણાવી વિરોધ કરતાં સીમાબાને માનશીક ત્રાસ આપી માવતર સાથે સંપર્ક બંધ કરી મારમારી ત્રાસ આપવામાં આપવામાં આવી રહ્યો હતો બાદમાં પરિણીતા ના માવતરિયાઓ દ્વારા અદાલત ના દ્વાર ખખડાવી કબજો અપાવવા માંગ કરાઈ હતી, લોકડાઉન ના આ કપરા સમયમાં દીકરી સાથે કઈ અજુગતું બને તે પહેલાં પ્રકાશબા ઝાલા દ્વારા ગોંડલ નગરપાલિકાના સાશક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની મદદથી ભાવનગર ઘોઘા પીઆઈ સોલંકીની મદદ લઈ સીમાબા ને કલેકટર ની મંજૂરી સાથે ગોંડલ પહોંચતા કરાયા હતા માતા પુત્રી નું મિલન થતા હર્ષના આંશુ વહેવા લાગ્યા હતા.

(11:56 am IST)