Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

જસદણમાં લોકડાઉન વચ્ચે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સો પકડાયા

રાજકોટ, તા. ૧૨ :. જસદણમાં લોકડાઉન વચ્ચે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતા.

પ્રાપ્ય વિગતો મુજબ જસદણમાં મફતીયાપરા બાપા સીતારામના ઓટા નજીક અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા જસદણના પો.કો. ભોળાભાઈ મકવાણા સહિતના સ્ટાફે રેઈડ કરી જુગાર રમતા ૬ શખ્સોને રોકડા રૂ. ૪૧૯૦ તથા ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં વિજય ધનજીભાઈ સાસકીયા, (૨) રાજેશ વશરામભાઈ પરમાર, (૩) દિપક જેસીંગભાઈ ગઢાદરા, (૪) સાજીત મેહબુબભાઈ પઠાણ, (૫) સંજય ધીરૂભાઈ મકવાણા તથા (૬) પ્રવીણ વીરજીભાઈ નાગાણી રહે. તમામ જસદણનો સમાવેશ થાય છે.

(11:54 am IST)