Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

દેવભુમી દ્વારકા જિલ્લામાં વધુ ૩૭૫ લોકો હોમ કોરોન્ટાઇન થતા કુલ ૨૦૯૪નો આંક પહોચ્યો

કોરોના શંકાસ્પદ ૫૦ દર્દીઓના સેમ્પલ જામનગર મોકલાયા

ખંભાળીયા તા. ૧૨: દેવભુમિ દ્વારકા જિલ્લામાં બહારગામ તથા જિલ્લા તથા અનય રાજ્યોમાંથી આવતા લોકોની  સંખ્યામાં વધારો થતો જતો હોય ગઇકાલે ૧૭૦૦ ઉપરાંત હોમ કવોરોન્ટાઇન તથા સરકારી કવોરોન્ટાઇન સેન્ટરોમાં હતા તે ગઇકાલે વધીને ૨૦૯૪એ પહોંચ્યો છે.

હાલ દ્વારકા જિલ્લામાં ૧૩૯૨ હોમ કવોરોન્ટાઇન છે જ્યા ૨૩ વોર્ડ કવોરન્ટાઇન સલાયામાં છે.  અને ૬૭૯ સરકારી કવોરેન્ટાઇનમાં છે. કુલ ૨૦૯૪ વ્યકિતઓ કવોરોન્ટાઇનમાં છે.

વધુ ૫૦ સેંપલ રીપોર્ટમાં મોકલાયાઃ બે નેગેટીવ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે સંમ્પલ ગઇકાલે સવારે મોકલાયા હતા ને બંન્ને નેગેટીવ આવ્યા છે. દ્વારકા જિલ્લાના  ચારેય તાલુકાઓમાંથી તથા હાલના પોઝીટીવ દર્દીઓ સાથે સંપર્કમાં આવેલા ૫૦ જેટલા વ્યકિતઓના નમુના લઇને તંત્રે ચેકિંગ કરવા માટે જામનગર ગઇકાલે સાંજે  મોકલાયા છે જેનો રીપોર્ટ બાકી છે.  આરોગ્ય વિભાગ દ્વારા હાલના પોઝીટીવ કેસના વ્યકિતઓ સાથે સંપર્કમાં આવનાર લોકોના સંેપલ ૧૦ દિવસ બાદ કરવા જણાવતા હાલ તેનુ સેંપલ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યુ છે.

(11:54 am IST)