Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

પોરબંદરના અડવાણામાં ર૦ વર્ષીય યુવાનની હત્યા

અગાસી ઉપરથી પડી ગયાની સ્ટોરી ઉભી કરીને પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયાસઃ મરનારના નાના ભાઇની સંડોવણીની આશંકા

પોરબંદર તા. ૧રઃ તાલુકાના અડવાણા ગામે ભાવેશ નવઘણ ભૂતિયા નામના ર૦ વર્ષના યુવાનની હત્યા કરી નાખી હતી.

અડવાણામાં રાત્રે ભાવેશ નવઘણ ભૂતિયા (ઉ. ર૦) ની હત્યા થયાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇને તપાસ હાથ ધરી છે. હત્યા થયેલ ભાવેશ અગાસી ઉપરથી પડી ગયો હોવાની સ્ટોરી ઉભી કરી પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયાસ થયો હતો. પોલીસે મરનાર ભાવેશના નાના ભાઇની હત્યામાં સંડોવણી રહેવાની આશંકા વ્યકત કરી છે. પોલીસે હત્યાના બનાવમાં કારણ સહિત ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

(11:50 am IST)