Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

સવારે ધુપ-છાંવ

સુરેન્‍દ્રનગર ૪ર.૩, રાજકોટ ૪૧.૭ ડીગ્રી

આખો દિવસ અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહીમામઃ બપોરે મહત્તમ તાપમાનનો પારો ઉંચો

રાજકોટ તા. ૧ર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધોમધખતા તાપનો અનુભવ થઇ રહ્યો છે. મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચ ચડી રહયો છે. જેના કારણે આકરો ઉનાળો અનુભવાય છે.

સવારે સૂર્યનારાયણનાં દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે.

બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને પાર થઇ જાય છે. જેના કારણે અનેક વિસ્‍તારોમાં ગરમી વધતા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. અને રસ્‍તાઓ પણ સુમસામ બની જાય છે.

આજે સવારે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપ-છાંવવાળુ વાતાવરણ છવાયા બાદ અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.

કાલે સુરેન્‍દ્રનગર ૪ર.૩, રાજકોટમાં ૪૧.૭, અમરેલી ૪૧.૪, ડીસા ૪૦.૦, અમદાવાદ ૪૧.૩ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

(11:33 am IST)