Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ભાવનગરમાં વધુ ર કોરોના પોઝીટીવ : કુલ કેસ ૯૭

અત્‍યાર સુધીમાં એક પણ દર્દી આઇસીયુ કે વેન્‍ટીલેટર ઉપર નથીઃ બાળક અને યુવક ઝપટે ચડતા ચિંતા

ભાવનગર, તા. ૧ર : ભાવનગર શહેરમાં વધુ બે પોઝીટીવ કેસ નોંધાતા કુલ પોઝીટીવ આંક ૯૭ થયો છે. શહેરના સાંઢીયાવાડ વિસ્‍તારમાં એક બાળક અને એક યુવાન સહિત બેના પોઝીટીવ કેસ નોંધાયા છે.

ભાવનગરમાં કોરોનાનો ભય યથાવત રહ્યો છે. આજે વધુ બે કેસ નોંધાયા છે. શહેરના સાંઢીયા વિસ્‍તારમાં ઇન્‍ડીયા હાઉસ પાસે સંચિત નિવાસ નજીક રહેતા શકીલ અબ્‍દુલકાદર યામીની ઉ.વ.૩૩ અને અશદ હુમાયુ શેખ ઉ.વ.૭નો રીપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે. આ સાથે ભાવનગરમાં કુલ પોઝીટીવની સંખ્‍યા વધી ૯૭ને આંબી ગઇ છે.

ભાવનગરમાં અત્‍યાર સુધી ૯૭ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ૭ના મોત નિપજયા છે અને ૪૪ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે. હાલમાં ૪૮ દર્દીઓ આઇલોલેશનમાં છે, પરંતુ એક પણ દર્દી આઇસીયુ કે વેન્‍ટીલેટર પર નથી.

જીલ્લામાં કુલ ૯૭ પોઝીટીવ કેસમાં ભાવનગર શહેરના ૮૬ અને ગ્રામ્‍ય વિસ્‍તારના ૧૧ દર્દીઓ છે. અત્‍યાર સુધી ભાવનગર શહેરમાં ૧૦૯૩ અને ગ્રામ્‍યના ૧૭૯ મળી કુલ ૧ર૭ર લોકોએ હોમ કોરોન્‍ટાઇન પૂર્ણ કરેલ છે.

(11:32 am IST)