Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

સાયલાના ગરાભડીમાં પાન-માવા મુદ્દે ૭ શખ્‍સોનું હવામાં ફાયરીંગ

માવો કેમ નથી લાવતો ? તેમ કહીને ખુનની ધમકી આપીને હુમલો કર્યોઃ પોલીસ તપાસનો ધમધમાટઃ આરોપીઓને ઝડપી લેવા તજવીજ

વઢવાણ તા. ૧૨ : ગઇકાલે મોડી રાત્રે સુરેન્‍દ્રનગર જિલ્લાના સાયલા ના ગરાભડી ગામમાં માવા બાબતે હવામાં ફાયરિંગ કરવામાં આવ્‍યા હતા અને સાત શખ્‍સો દ્વારા ગેરકાયદેસર રીતે મંડળી રચીને બંધુક લાવીને હવામાં ફાયરિંગ કર્યા હોવાનો બનાવ સામે આવ્‍યો છે.

આ બાબતનો ભોગ બનનાર શખ્‍સ દ્વારા ધજાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ શખ્‍સ ગોરધનભાઇ મીઠાપરા જાતેત કોળી ઉવ ૨૬ ધંધો. ખેતી રહે ગરાંભડી પર માવો કેમ નથી લાવતો એમ કહીને કુવાડી સાથે સાત લોકોએ હવામાં ફાયરિંગ કરવામાં આવ્‍યા હતા.

જેમાં આ પ્રકરણમાં પોલીસ દ્વારા અને ખાસ આ ભોગ બનનાર દ્વારા આરોપીને ઓળખી ને ફરિયાદ દાખલ કરવામાં આવી છે આરોપીઃ (૧) કુલદીપભાઇ લધુભાઇ ખવડ કાઠી દરબાર (૨) લાલાભાઇ લધુભાઇ ખવડ કાઠી દરબાર (૩), લધુભાઇ મોટાભાઇ ખવડ કાઠી દરબાર રહે. ત્રણેય ગરાંભડી તા.સાયલા (૪) યોગેશભાઇ લખમણભાઇ ગઢવી રહે, સમઢીયાળા તા.વિંછીયા જી. રાજકોટ તથા બીજા ત્રણ અજાણ્‍યા માણસો દવારા હવામાં માવા અને તમાકુ કેમ નથી લાવતો તેમ કહીને ગોરધનભાઈ મીઠાપરા સામે હવામાં ફાયરિંગ કરવામાં આવ્‍યા હતા.

પોલીસ દ્વારા ગુનો ઇ.પી.કો.કલમ-૧૪૩, ૧૪૭, ૧૪૮, ૪૨૭, ૩૩૭, ૫૦૪, ૫૦૬ (ર), જી.પી એકટ કલમ-૧૩૫ તથા આર્મ્‍સ એકટ કલમ-૨૫ (૧-બી)એ,૨૭મુજબ તે એવી રીતે કે આ કામના આરોપી નંબર-૧ તથા ૪ નાઓ ગઇ કાલ સવારના સમયે ફરીયાદીની દુકાને માવો લેવા માટે જતા સાહેદે લોકડાઉન હોવાથી માવો લાવતા નથી તેમ કહેતા બોલા ચાલી કરેલ હતી જે બાબતનું મનદુઃખ રાખી ઉપરોકત નામ વાળા તથા તેઓની સાથે આવેલ અજાણ્‍યા માણસો ગે.કા મંડળી રચી કુહાડી, બંદુક જેવા હથિયારો ધારણ કરી ફરીયાદીના ઘર પાસે આવી હતી. અને ભુંડા બોલી ગાળો આપી ઘરની ડેલી ઉપર કુહાડીના ઘા તથા પથ્‍થરોના છુટા ઘા કરી ડેલીને નુકશાન કરી તેમજ ફરીયાદીને ડાબી આંખ નીચે ગાલ ઉપર તથા સાહેદને ડાબા હાથની કોણીથી નીચે પથ્‍થરના છુટા ઘા કરી સામાન્‍ય મુંઢમાર ઇજાઓ કરી આરોપી નંબર-૧ તથા ૨ નાઓએ બીવડાવા તેઓની પાસે રહેલ બંદુકથી પાંચેક ફાયરીગના અવાજ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્‍હો કર્યા બાબતની ફરિયાદ ધજાળા પોલીસ મથકે નોંધવામાં આવી છે.

પોલીસ દ્વારા ફાયરિંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી આ શખ્‍સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

(11:31 am IST)