Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

જેતપુરના યુવકનું કોરોના પોઝીટીવના ૧ર કલાક બાદ મોત

ગુજરાતમાં રાજકોટ જીલ્લામાં પ્રથમ પોઝીટીવ કેસ નોંધાયો હતો : રાજકોટ શહેરમાં એક મહિલાના મોત બાદ જેતપુરના યુવકનું મોત થતાં કુલ મૃત્‍યુ આંક ર : કોરોના જંગમાં જેતપુર પ૦મા દિવસે હાર્યુ : દેસાઇ વાડી વિસ્‍તારના મુકેશ તેજવાણીએ સવારે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધાઃ લીવરની બિમારી પણ હતી : શહેરમાં કોરોના અંગે લોકોમાં જાગૃતિ આવે અને નિયમોનું પાલન કરે તેમજ વખતો વખતના કાયદાઓને અનુસરે તે માટે મીડીયા દ્વારા પુરતો સહયોગ આપવામાં આવતો હોવા છતા ગઇકાલે કોરોના પોઝીટીવ કેસ આવતા ડેપ્‍યુટી કલેકટરે અન્‍ય અધિકારીઓ સાથે કોન્‍ફરન્‍સ યોજેલ જેમાં પત્રકારોને જાણ પણ કરી ન હતી. તેથી મીડીયા કર્મીઓમાં તંત્ર સહકાર ન આપતુ હોવાથી ચર્ચાઓ જાગી છે.

 જેતપુર, તા. ૧ર : જેતપુરના દેસાઇ વાડી વિસ્‍તારમાં રહેતા મુકેશ તેજવાણીને કોરોના પોઝીટીવ આવ્‍યાના ૧ર કલાક બાદ તેનું અમદાવાદમાં મોત નિપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

કોરોના વાઇરસની મહામારીના જંગમાં જેતપુર શહેરમાં કોરોના વોરિયર્સ પોલીસ, ડોકટર, સફાઇ કર્મી, તંત્રની તકેદારીથી પ૦ દિવસ સુધી એક પણ કોરોના પોઝીટીવ કેસ શહેરમાં થયો ન હતો.

અત્રેના જુનાગઢ રોડ સેવાસદન સામે બેન્‍સાવાળી ગલીમાં રહેતા હીરાભાઇ તેજવાણીના પુત્ર મુકેશ (ઉ.વ.૩ર) વાળાને લીવરની બિમારી હોય ગત તા. ર૭-૪-ના રોજ અમદાવાદ ખાતેથી સારવાર લઇ તા. ર૮ના પરત ઘેર ફરેલ. જેતપુર આવતા જ તંત્ર દ્વારા તેમના પરિવારના સભ્‍યોને હોમ કોરોન્‍ટાઇન કરેલ. દરમ્‍યાન તા. ૯ના રોજ સારવાર માટે અમદાવાદ ખાતે એમ્‍બ્‍યુલન્‍સ મારફત લઇ જવામાં આવેલ. ગઇકાલે તેમનું ઓપરેશન કરવાનું હોય તેનો કોરોના ટેસ્‍ટ કરતા રીપોર્ટ પોઝીટીવ આવેલ. આ અંગેની જાણ કલેકટર દ્વારા જેતપુર કરાતા તમામ ટીમ યુવાનના ઘેર પહોંચી ગયેલ.

આ વિસ્‍તારમાં રહેતા લોકોને તુરંત તેમના રહેણાંક મકાનોમાં બંધ કરી આખી શેરીને તુરંત જ સાફ સફાઇ કરાવી સેનેટાઇઝ કરી બન્ને તરફ પતરાઓ મારી દીધેલ. કોરોના પોઝીટીવ આવેલ યુવાન મુકેશ તેજવાણી અમદાવાદ ખાતે સારવારમાં હોય તેમની સાથે તેની માતા દિપાબેન, ભાઇ જય અને રોહીત ૩ લોકો હોય અન્‍ય તેના પિતા હીરાભાઇ તેમજ કાકી અલ્‍કાબેન બિહારીલાલ આ બન્ને અહીં જેતપુર રહેતા હોય બન્નેને તેમજ એમ્‍બ્‍યુલન્‍સના ડ્રાઇવર કિશોરભાઇને રાજકોટ સેલ્‍ટર હોમમાં મોકલી દીધેલ. આ યુવાનને જેતપુરના રેડીયોલોજીક દિપકભાઇ રામાણી, ડો. સમીર સુથાર , તથા સાગર ચાવડા, સાજીદ ડબગર (કમ્‍પાઉન્‍ડર) લોકો મળેલ હોય તેમને પણ સાવચેત કરેલ. ઉપરાંત એમ્‍બ્‍યુલન્‍સ મારફત એક દંપતિને વડીયા મૂકવા ગયેલ હોય તેને પણ હોમ કોરોન્‍ટાઇન કરી દેવામાં આવેલ. આજ રોજ વહેલી સવાર પ-૦૦ વાગ્‍યે અમદાવાદ હોસ્‍પિટલ ખાતે કોરોનાગ્રસ્‍ત મુકેશ તેજવાણીનું મૃત્‍યુ થયાના સમાચાર મળેલ. આજરોજ તેના પરિવારજનોના કોરોના ટેસ્‍ટના રીપોર્ટ આવ્‍યા બાદ તે લોકો પોઝીટીવ છે કે નહિ તે ખબર પડશે.

જેતપુરમાં એક કેસ પોઝીટીવ થતા લોકોમાં કોરોનાની ગંભીરતા જોવા મળી રહી છે. પ્રથમ પોઝીટીવ કેસ થતા ડેપ્‍યુટી કલેકટર રાજેષ આલ. મામલતદાર વિજય કારીયા, ચિફ ઓફિસર નવનીત પટેલ. ડી.વાય.એસ.પી. સાગર બાગમાર. સીટી પી.આઇ.. વી.કે. પટેલ બ્‍લોક હેલ્‍થ ઓફિસર ડો. કુલદિપ શાપરીયા તેની ટીમ તેમજ પાલિકા ટીમે તુરંત કાર્યવાહી કરેલ છે.

ગુજરાતમાં રાજકોટ જીલ્લામાં પ્રથમ પોઝીટીવ કેસ નોંધાયો હતો રાજકોટ શહેરમાં એક મહિલાના મોત બાદ જેતપુરના યુવકનું મોત થતાં કુલ મૃત્‍યુ આંક ર  થયો છે.

(11:30 am IST)