Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

લોકડાઉન સમયનો સદઉપયોગ કરી

જસદણના આઇટીના વિદ્યાર્થી ભાવિન કવૈયાએ ઇલેકટ્રીક બેટરી સંચાલીત બાઇક બનાવ્યું

જસદણ ,તા.૧૨: અહિંના જિલેશ્વર પાર્ક પાસે રહેતા આઈ ટી આઈમાં અભ્યાસ કરતાં ભાવિન મનસુખભાઇ કવૈયા (મો. ૮૫૧૧૩૧૭૧૮૩) એ લોકડાઉનમાં સમયનો સદઉપયોગ કરી સામાન્ય લોકોને કિંમતમાં પરવડે એવું પ્રદુષણ રહિત ઈ બાઇક બનાવી જસદણની કળા કારીગરોની યશકલગીમાં એક વધુ પીંછું ઉમેર્યું હતું લોકડાઉનમાં ઘણાં વિદ્યાર્થીઓએ પોતાનો સમય અને આવડત જુદી જુદી રોતે વેડફ્યો છે ત્યારે ભાવિને સખત મહેનત કરો ઇલેકિટ્રક બેટરો દ્વારા સંચાલિત એવું ઈ બાઇક બનાવ્યું કે ભવિષ્યમાં લોકોને આ બાઇક સસ્તું અને પ્રદુષણ રહિત મળે.

આ અંગે ભાવિનએ જણાવ્યું કે આ બાઇક અંગે નવેમ્બરથી તૈયારી કરો રહ્યો હતો તેના પરિણામ સ્વરૂપરૂપે આ બાઇક તૈયાર કરવામાં આવ્યું હતું બાઇકની સ્પીડ મહત્ત્।મ પચાસથી સાઈઠ કિલોમીટરની છે ઇલેકિટ્રકસીટી ના બે યુનિટથી આ બાઇક ૪૫ કિલોમીટર ચાલે છે જેનો અંદાજીત ખર્ચ બાર રૂપિયા આવે છે. ખાસ કરીને આજના યુવા હૈયાઓને આકર્ષિત કરે એવું મોડેલ છે હાલ તો આ બાઇક રૂપિયા ચાલીસ હજારની કિંમતનું બન્યું છે.

વધુમાં ભાવિને જણાવ્યું કેઆ બાઇક હાલ સેલ્ફ ચાર્જ થતું નથી પણ આ કામગીરી ચાલું છે વિદ્યાર્થી ભાવિને આ નવત્ત્।ર બાઇક બનાવતાં તેને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યાં છે.

(10:59 am IST)