Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

મોરબીઃ ખેડૂતોના પાક વિમા ધિરાણ વેચાણના પ્રશ્ને ઉકેલવા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી,તા.૧૨: ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી જણાવ્યું છે કે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેડૂતો પાક વીમાનું પ્રીમીયમ સમયસર ચુકવે છે પરંતુ ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી મળવાપાત્ર વિમાની રકમ સમયસર મળતી નથી.

એક બાજુ ખેડૂતોને ધિરાણની મુદત હતી પરંતુ વીમો ના મળતા તે ભરવી શકય નથી બની અને પ્રવર્તમાન સ્થિતિમાં તા. ૩૧ સુધીની થયેલ છે પણ હજુય પાકવીમો મળવાની કોઈ શકયતા દેખાતી નથી તેવા સંજોગોમાં વધુ બે માસ ધિરાણ ભરપાઈ મુદત વધારવી જોઈએ જેથી ખેડૂતોને વ્યાજની ચુકવણીમાંથી ઉગારી લેવા જોઈએ ભારત સરકાર ૩ ટકા અને ગુજરાત સરકાર ૪ ટકા વ્યાજ રાહત આપીને શૂન્ય દરે ખેડૂતોને ધિરાણ આપવાની બાબતે પણ અસમંજસ પ્રવર્તે છે જો તા. ૩૧ સુધીમાં લોન ચૂકતે નહિ કરે તો ખેડૂતોને ત્રણ લાખના ધિરાણ સામે ૨૨ હજારનું નુકશાન થવાની સંભાવના જોતા ખેડૂતોને વધુ આર્થિક બોજો સહન કરવો પડશે. તેમ રજુઆતમાં જણાવેલ છે.

 

(10:56 am IST)