Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

મોરબીઃ ખેડૂતોના ઉત્પાદનની ખરીદી માટે યોગ્ય વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી,તા.૧૨: ખેડૂતોના ઉત્પાદનની ખરીદી માટે યોગ્ય વ્યવસ્થા કરવા ઉપરાંત ભાવાંતર યોજના લાગુ કરવાઅને ખેડૂતોને કૃષિ ધિરાણ નવાજુનું કરી આપવાની માંગ સાથે રાજયના મુખ્યમંત્રીને રજુઆત ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ રાજયના મુખ્યમંત્રીને પત્ર લખી કરી છે

 ખેડૂતોને લોકડાઉન ના કારણે પોતાની નીપજનો માલ લઈને અન્ય જીલ્લામાં જઈ સકાય તેમ નથી કોરોના મહામારીને પગલે ચેપ ના લાગે તે માટે સોશ્યલ ડીસટન્સ જાળવવું પણ જરૂરી છે ખેડૂતોના દ્યર અને ખેતરમાં ખરીફ તેમજ રવિ સીઝનના પાકોની નીપજ પડેલી છે ત્યારે પાકોના નીપજના વેચાણ કયાં થશે તેને લઈને ખેડૂતો ચિંતિત છે ખેડૂતોએ બેંક અને સહકારી મંડળી દ્વારા પાક ધિરાણ લીધું છે જેને પરત કરવાનો સમય થઇ ગયો હોય જો ધિરાણ સમયસર પાછુ ના ભરે તો આખા વર્ષનું વ્યાજ ભરવું પડશે નીપજનું વેચાણ થતું નથી અને ધિરાણ ભરવાના પૈસા નથી. તેમ રજુઆતમાં જણાવેલ છે.

(10:56 am IST)