Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

મોરબીથી વતન પરત જવા ઇચ્છતા પરપ્રાંતીય શ્રમિકો માટે રજીસ્ટ્રેશન કાર્ય

મોરબી,તા.૧૨: પરપ્રાંતીય શ્રમિકોને વતન પરત મોકલવા માટે સિરામિક એસો ઓફીસ ખાતે રજીસ્ટ્રેશન વ્યવસ્થા કરવામાં આવી હતી જોકે હવે આઈટીઆઈ મહેન્દ્રનગર ખાતે યુપી, બિહાર, ઓરિસ્સા અને ઝારખંડના શ્રમિકોના રજીસ્ટ્રેશન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

પરપ્રાંતીય શ્રમિકોને વતન જવા માટે સિરામીક સિવાયના અન્ય ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા ખેત મજુરો તથા છૂટક કામ કરતા શ્રમિકો સેવાનો લાભ લઇ શકશે કોલસેન્ટરનુ આયોજન આરએસએસ અને જુદી જુદી સંસ્થાના સંયુકત ઉપક્રમે ચાલુ કરેલ છે જેથી વતન જવા માંગતા કોઈ પણ ઓરીસ્સા / બિહાર/ ઝારખંડ અને યુપી આ ચાર રાજયના પરપ્રાંતીય શ્રમિકોને આઈટીઆઈ મહેન્દ્રનગર ખાતે રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરવો મોરબી સિરામિક એસોસિએશન તરફથી સિરામિક ઇન્ડસ્ટ્રીઝના માણસો માટે તેમના ઉધોગકારો દ્વારા ઓનલાઇન ફેકટરીથી પ્રકીયા ચાલુ છે તો તેમને આઇટીઆઇ ખાતે કોઇ સિરામીક શ્રમીકે જવાનુ નથી ત્યા તેમને એન્ટ્રી આપશે નહી.

(10:54 am IST)