Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

જૂનાગઢ જિ.માં સસ્તા અનાજની દુકાનો પરથી નિઃશુલ્ક રાશન મેળવતા મધ્યમર્ગીય પરીવારનાં ચહેરા પર ખુશી

વિસાવદર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં ઘઉં-ચોખા અને ખાંડ ચણાદાળનું થયુ વિતરણ

જૂનાગઢ, તા. ૧૨: જૂનાગઢ જિલ્લામા અન્ય તાલુકાની માફક વિસાવદર તાલુકામા પણ જાહેર વિતરણ વ્યવસ્થા સુંદર અને સુચારૂ રહેવા પામી છે. મામલતદાર ગોસાઇ અને પ્રાંત અધીકારીશ્રી જોષીનાં માર્ગદર્શન તળે વિસાવદર અને ગ્રામ્ય વીસ્તારમાં એ.પી.એલ. કાર્ડ ધારકો પોતાને મળવાપાત્ર ઘઉં,  ચોખા, ચણાદાળ, ખાંડનો જથ્થો લેવા આવી પહોંચ્યા હતા.

   વિસાવદરનાં સસ્તા અનાજની દુકાને વિસાવદરનાં ઘોઘારી ફાતિમાબેન અને હીરાણી હસીનાબેને જણાવ્યુ હતુ કે અમારે એ.પી.એલ.-૦૧ કાર્ડ છે. સામાન્ય રીતે આ કાર્ડ પર અમે અનાજની કોઇ વસ્તુ મેળવતા ન હતા પરંતુ સાંપ્રત સમયે કોરોના કારણે ઘંઘા રોજગાર ખોરંભાતા અમે ઘરે શું આવક રળી શકીએ... આજે સરકારશ્રીની મધ્યમવર્ગની જાણે યાતનાને સાંભળીને જે જથ્થો અમને મોકલ્યો છે તે અમારા પરીવારનાં પોષણ માટે ઉપયોગી બની રહેશે....અમે સરકારશ્રીનો આભાર વ્યકત કરીએ છીએ...આવી જ વાત ગોવીંદપર ગામનાં વલ્લભભાઇ કચરાભાઇ માથુકીયા, સંજયભાઇ નાકરાણી અને સંજયભાઇ માથુકીયાએ કરી કે સાહેબ અમારે આ લોકડાઉનમાં શું કરવુ તેની ખબર પડતી ન હતી. મજુરી કામ ના ચાલે ઘરનાં ચુલાને જે જોઇએ તે માટે શું કરવુ એ વિચાર થયા કરતો, પણ અમારી સરકાર અમારી મુંજવણને પારખી ગઇ અને અમને ઘઉં –ખાંડ ચોખા અને ચણાદાળ મોકલી આપી છે અમારી મહિનાભરની  વિસાવદરનાં કાલસારી ગામનાં હંસાબેન મેટારીયા અને પુજાબેન મેટારીયાએ પણ સસ્તા અનાજની દુકાનેથી રાશન મળ્યાની ખુશી વ્યકત કરી જણાવ્યુ કે મધ્યમવર્ગની લાગણીઓને સરકારે પરખી છે. ગામનાં નવયુવાન મનીષભાઇ અમિપરાએ પોતાનો ભાવ વ્યકત કરતા જણાવ્યુ કે લોકડાઉનમાં લોકસહયોગ સાંપડી રહ્યો છે. સરકારે ગરીબોનાં ચુલામાં ભોજન બની રહે તેની ખેવના કરી  છે.સરકારે તો મધ્યમવર્ગની લાગણીઓને સમજી છે. એ.પી.એલ. કાર્ડધારકોને જે રીતે રાશન વિતરણ કરાઇ રહ્યુ છે તે સરાહનીય છે.

 

(10:51 am IST)