Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

હળવદમાં કોરોના વોરિયર્સનું સન્માન

હળવદ,તા.૧૨: હળવદ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કોરોના વોરિયર્સ એવા સુરક્ષા કર્મીઓનું સન્માનપત્ર અર્પણ કરી અને અનેરું સન્માન કરવામાં આવ્યું હતું વિશ્વ આખું કોરોના સામે લડાઈ લડી રહ્યું છે ત્યારે ગુજરાત અને હળવદના સુરક્ષા જવાનો ખડેપગે રહી પરિવારની ચિંતા કર્યા વિના પ્રજાની રક્ષા કાજે નિરંતર કાયદાની અમલવારી કરાવી અને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે ત્યારે હળવદ તાલુકા માં લોકો ની સેવા માં રાત-દિવસ જોયા વગર અવિરત કાર્યશીલ છે અને લોકો ને કાયદાનું પાલન કરાવી રહ્યા છે અનેઙ્ગ કોરોનાને માત આપવા સતત પ્રયત્નશીલ છે તેવા પોલીસ - હોમગાર્ડ - ટી.આર.બી - જી.આર.ડી ના જવાનો ઉત્સાહ માં વધારો થાય તેવા શુભ આશય થી તાલુકા કાનૂની સેવા સમિતિ ના હળવદ ના ચેરમેનઙ્ગ પી.ડી.જેઠવા ના વરદ હસ્તે સુરક્ષા કર્મીઓને સન્માનપત્ર અર્પણ કરી અને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં સરકારના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું અને સોશિયલ ડિસ્ટનશ જાળવવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સંદર્ભે પી.આઈઙ્ગ સંદીપ ખાંભલા , પી.એસ.આઈ પી.જી.પનારા તથા સુરક્ષા કર્મીઓ હાજર રહ્યા હતા અને ચેરમેનઙ્ગ પી.ડી.જેઠવાઙ્ગ તથા પી.આઈઙ્ગ સંદીપ ખાંભલા દ્વારા લોકો સુધી અવિરત કોરોના અંગે લોક જાગૃતિ લાવનાર સર્વે પત્રકાર મિત્રોનો પણ આભાર માન્યો હતો અને તેમની પ્રજાલક્ષી કામગીરી ને બિરદાવી હતી.

(10:51 am IST)