Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ગોંડલમાં તરકોશી હનુમાન મંદિર ગ્રુપની સેવાને બિરદાવી

 ગોંડલઃકોરોના વાયરસની મહામારીને લીધે જયારે લોકડાઉન ચાલી રહ્યું છે એવા સમયમાં ગોંડલ શહેર ભાજપ ની ટિમ દ્વારા જુદા જુદા સામાજીક અને સેવાકીય કાર્યો કરતા અને કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા લોકોનો આભાર વ્યકત કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ શહેર ભાજપ ની ટીમે ગોંડલ શહેર માં સ્થિત તરકોશી હનુમાનજી મંદિર ગ્રુપ દ્વારા ચાલતી પાકી રસોઇ ની સેવા ના રસોડા ની મુલાકાત લઈ ને તસકોશી હનુમાનજી મંદિર ગ્રુપ ના તમામ સદસ્યો ની સેવા ને બિરદાવેલ અને આભાર પત્ર પણ પાઠવેલ.તરકોશી હનુમાનજી મંદિર ગ્રુપ ના રાજુબાપુ, હિતેશભાઈ શીંગાળા મુકેશભાઈ રાણપરિયા તથા તમામ સદસ્યો તનતોડ મહેનત કરી ને આ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે . સેવાભાવીઓના કાર્યને બીરદાવવામાં આવ્યું તે તસ્વીર.

 

(10:48 am IST)