Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

લોકડાઉનમાં ૫૦ દિ'થી ઘરમાં જ રહેનાર સુરેન્દ્રનગરના હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદીને હોમ કોરોન્ટાઇન કરવા ટીમ આવી

આરોગ્ય ટીમનો છબરડો : અમદાવાદથી આવેલા દંપતિના બદલે બીજા સરનામે પહોંચી

વઢવાણ તા. ૧૨ : સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની ટીમની કામગીરી ઉપર સવાલ ઉભા કરે તેવી ઘટના શહેરના જાણીતા હાસ્ય કલાકાર ડો.જગદિશ ત્રિવેદી સાથે બની હતી. લોકડાઉનનો આદેશ આવતાની સાથે સતત ૫૦ દિવસ સુધી ઘરની બહાર ન નિકળનાર કલાકારને આરોગ્ય વિભાગની ટીમ હોમ કોરોન્ટાઇન કરવા પહોચતા ખુદ હાસ્ય કલાકાર હસી પડયા હતા.

સુરેન્દ્રનગર શહેરમાં બહારથી ઙ્ગઘણા લોકો આવ્યા છે. તકેદારીના પગલા લઇને આરોગ્ય વિભાગ આવા લોકોને હોમ કોરોન્ટાઇન કરે છે. બાદમાં હોમ કોરોન્ટાઇન કરેલા ઘરની બહાર નીકળે છે કે નહી તેની કોઇ ભાળ લેવામાં ન આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આવા સમયે આરોગ્ય વિભાગનો ચોકાવનારો છબરડો બહાર આવ્યો હતો. સુરેન્દ્રનગરના વતની અને દેશ વિદેશમાં જાણીતા હાસ્ય કલાકાર અને લેખક એવા ડો.જગદિશભાઇ ત્રિવેદી જયારથી લોકડાઉનની જાહેરાત કરી ત્યારથી પોતાના ઘરમાં જ રહીને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે.

૫૦ દિવસથી પોતે ઘરની બહાર પણ નથી નિકળ્યા.ત્યારે રવીવારે સાંજના છ વાગ્યાના સમયે આરોગ્યા વિભાગના ડો.મુકેશ પરમાર અને ચેતનભાઇ પરમાર ડો.જગદિશ ત્રિવેદીના સીતારામ બાગ, લક્ષ્મીનગર સોસાયટીના સરનામે પહોંચી ગયા હતા. અને ડો.ત્રિવેદીને કહેલ કે તમે બહાર ગામથી આવ્યા છો એટલે તમને હોમ કોરોન્ટાઇન કરવાના છે.ઙ્ગઆ ઙ્ગસાંભળી તેઓ ચોકી ઉઠયા હતા. આરોગ્યની ટીમને પુછતા વઢવાણ અર્બનમાંથી તેમને હોમ કોરોન્ટાઇન કરવાનો મેસેજ આવ્યો હોવાનું જણાવ્યુ હતુ. આ કેસમાં જગદિશ ત્રિવેદીનું હોમ કોરોન્ટાઇન કરવા માટે નામ કેવી રીતે આવ્યુ તે તપાસનો વિષય બની ગયો છે.

આરોગ્ય વિભાગની ટીમે અમદાવાદથી આવેલા દંપતિના ઘરે જવાના બદલે ડો. જગદીશ ત્રિવેદીના ઘરે પહોંચી જતા ભારે ચર્ચા જાગી છે.

(10:36 am IST)