Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

જામનગરની એન.સી.સી.કેડેટ્સ બંસી ઠુમરે સળંગ 12 કલાક સુધી 60 કી.મી. રનિંગ કરીને કોરોના વોરિયર્સને સપોર્ટ કર્યો

જામનગરના વિમલનાથ એપાર્ટમેન્ટ માં જામનગરની એન.સી.સી.કેડેટ્સ બંસી ઠુમ્મરે 12 મેં,2020થી રાત્રે 12 થી 12 કલાક સુધી 60કી.મી. રનિંગ કરી કોરોના વોરિયર્સને સમર્થન કરી સ્પોર્ટ માટે અનોખો પ્રયાસ કર્યો છે. દેશમાં આવી પડેલ કોરોનાની આફ્તવેળાએ લોકોની સેવામાં અવિરતપણે ખડેપગે ઉભા રહેલા કોરોના યોદ્ધાઓ જેવા કે તબીબો, પોલીસ જવાનો, સફાઈ કામદારો,NCC, અન્ય સેવાભાવીઓ અને પત્રકારો સહિતના કર્મઠ લોકોને ભારતમાં 12 દોડવીરોએ એકીસાથે દોડ લગાવવાનું શરૂ કર્યું છે.

નેશનલ ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડસમાં નોંધાયેલા જામનગરની 19વર્ષીય બંસી ઠુમ્મર કે જેઓએ એક વર્ષથી NCCમાં જોડાયેલ છે. જામનગરની સેન્ટફ્રાન્સિસ સ્કૂલની પૂર્વવિદ્યાર્થીની બંસીએ ઇન્ટરનેશનલ મોન્ટેન્ટ બાઇકિંગ (સાયકલિંગ), નેશનલલેવલ રોડ સાયકલિંગ ઉપરાંત રમતવીર એવી બંસી વિશ્વની સૌથી નાની વયની માઉન્ટેન બાઈકર્સ પણ છે.
કોરોના જેવી મહમારીથી વિશ્વ જ્યારે લડી રહ્યું છે.તેવા સમયે દેશસેવા માટે NCCમાં જોડાયેલી બંસીએ કોરોના યોદ્ધાઓને સ્પોર્ટ માટે અનેરો પ્રયાસ કર્યો છે.(તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(10:30 am IST)