Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

પોરબંદરમાં શ્રમિકોને ટ્રેઇન દ્વારા વતન લઇ જતા પહેલા દરિયાકાંઠે ઉતારો અપાતા રોષ

ગ્રામ્ય વિસ્તારમાંથી રેલવે સ્ટેશને લાવવા બસમાં ખીચોખીચ ભર્યા : સોશીયલ ડીસ્ટન્ટ જળવાયું નહીં

પોરબંદર, તા. ૧ર : જિલ્લામાં મજૂરી કામ કરતા શ્રમિકોને ટ્રેઇન દ્વારા વતન મોકલવા ગ્રામ્ય વિસ્તારમાંથી પોરબંદર રેલ્વે સ્ટેશને મધ્યરાત્રીએ લાવ્યા બાદ શ્રમિકોને ઉતારાની વ્યવસ્થાને બદલે દરિયાકાંઠે ઉતારો આપી દેતા રોષ વ્યાપી ગયેલ હતો.

આ શ્રમિકોને ગ્રામ્ય વિસ્તારમાંથી પોરબંદર રેલ્વે સ્ટેશન લાવવા બસમાં સોશીયલ ડીસ્ટન્ટમાં બેસાડવાને બદલે ખીચોખીચ ભરવામાં આવ્યાની ફરીયાદો ઉઠી હતી. શ્રમિકોની ઉતારા વ્યવસ્થા અંગે પત્રકારોએ સવાલો કરતા મામલતદાર દ્વારા સંતોષકારક જવાબ નહીં આપતા કચવાટ થયેલ હતો.

અન્ય રાજયોમાંથી પેટીયુ રળવા પોરબંદર જિલ્લામાં આવેલ શ્રમિકો લોકડાઉનમાં ફસાય જતા તેમને વતન પહોંચડવાની કોંગ્રેસ તથા સ્થાનિક આગેવાનો દ્વારા ભારપૂર્વક સરકારમાં રજુઆત બાદ પોરબંદરથી મધ્યપ્રદેશ બિહાર ઉતરપ્રદેશ જવા માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેઇનની ૩ દિવસ સુધી વ્યવસ્થા થઇ હતી.

 

(10:05 am IST)