Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ટંકારાના હરીઓમનગર-ક્રિષ્ના ગ્રુપે કોરોના કહેરમાં માનવતા મહેકાવી

બિપીનભાઇ પ્રજાપતિની આગેવાનીમાં રાશન કિટનુ વિતરણ, પરપ્રાંતીય લોકોને વતન પહોંચાડવામાં મદદ, માનસિક દિવ્યાંગોને બાલ-દાઢી કરીને નવા વસ્ત્રો પહેરાવા સહિતના સેવા કાર્યો

ટંકારા તા. ૧ર :.. ટંકારાના હરીઓમ નગરના (ક્રિષ્ના ગ્રુપ) દ્વારા બીપીનભાઇ પ્રજાપતિની આગેવાનીમાં સભ્યો ટીનાભાઇ કકકડ વિનેશ નમેરા, પરેશ કકકડ, નાનજીભાઇ મેરજા, ચંદુભાઇ ડાકા, મગનભાઇ પ્રજાપતિ, મયુર ફેફર, યોગીરાજભાઇ જાડેજા વગેરે યુવાનો દ્વારા સેવાની જયોત જલાવી છે.

હાલ વિશ્વના ૧૯પ દેશોમાં કોરોના કહેર છે. ત્યારે જયારથી લોકડાઉન થયુ છે ત્યારથી ટંકારા તાલુકા અને મોરબીમાં જયા પરપ્રાંતી મજુર નિરાધાર વૃધ્ધ વિધવાબેને અંદાજે દશ દિવસ ચાલે તેટલી ૧૦૦૦ જેટલી કિટનું સોશ્યલ ડીસ્ટન જાળવીને વિતરણ કરાયુ છે.

ટંકારા તાલુકાના વહીવટી તંત્રને સાથે રાખીને સરકાર દ્વારા જયારે પરપ્રાંતીયો પોતાના વતનમાં જવાની પરવાનગી આપી છે. ત્યારે આ લોકોને વતનમાં જવા માટે ઓન-લાઇન અરજી વિનામુલ્ય કરી આપવામાં આવે છે હાલ બીપીનભાઇની ઓફીસથી ૪ કોમ્પ્યુટર દ્વારા દરરોજ ૧૦૦ થી ૧પ૦ ની ગ્રુપની ફી અરજી કરવા આવ છે આ માટે એડવોકટ ધર્મેન્દ્રભાઇ બારેજીયા મો. ૯૭ર૩૭ ૮૦૭ર૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

ઉપરાંત બીજા રાજયમાં જતા લોકો માટે હાલ ટંકારામાં દરરોજ ર૦૦ થી વધારે લોકોને જમવાની નિઃશુલ્ક સુવિધા તેમજ ફુડ પેકેટ અપાય છે. હાલ તાલુકામાંથી ર૦૦૦ થી વધારે લોકોએ પોતાના વતન તરફ ભણી છે તે તમામને આ હરીઓમનગરના ક્રિષ્ના ગ્રુપ દ્વારા દરરોજ સ્વાદીષ્ટ રસોઇ બનાવીને ભરપેટ જમાડી બાળકોને ફુટ પેકેટે સાથે આપીને વતનની વિદાય આપવામાં આવે છે.

તા. ૧-૭-૧૭ એ ટંકારામાં પ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ પાડતા ભયંકર પુર આવ્યુ હતું. આ પુરની સ્થીતીમાં બીપીનભાઇ પ્રજાપતીએ વહીવટી તંત્રને જાણ કરી પરંતુ મોરબીથી એનડીઆરએફ ની ટીમ ચાલુ વરસાદમાં ટંકારા પહોંચતા મોડુ થતા બીપીનભાઇએ પોતાના જીવના જોખમે લતીપર રોડ પર તાલુકા પંચાયતની સામે વોંકળામાંથી ૧૧ લોકોના જીવ બચાવીને નવુજીવન દાન આપ્યું હતું. આ બાબતની વિષેશ નોંધ વહીવટી તંત્રએ લીધી હતી. અને સરકારને દરખાસ્ત કરી કે આવુ સાહસના કાર્યને વિરતા પુરસ્કારથી બીરદાવવા જોઇએ.

માનવ સેવાને જીવન મંત્ર બનાવી કાયમ આપતી સમયે મદદ સમયે દોડતા ટંકારાના બીપીન પ્રજાપતી સહિતના પરીવારથી વિખુટ પડીને રસ્તે રખડતા પાગલો મનો દિવ્યાંગોની લાંબા સમયથી સેવા કરી રહ્યા છે. મોરબી - રાજકોટ હાઇવે પર ભટકતા પાગલોને શોધીને બાલ-દાઢી કરી નવરાવી સાફ સુથરા નવા વસ્ત્રો પહેરાવી અનોખી માનવ સેવા કરે છે.

(10:04 am IST)