Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

જુનાગઢ જિ.માં ધો. ૧૦-૧ર ના પેપરની તપાસણી સફળતાપુર્વક સંપન્ન

જુનાગઢ તા. ૧ર :. જુનાગઢ જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ ૧રના પેપરની તપાસણી સફળતા પુર્વક સંપન્ન થયેલ છે.

ધોરણ-૧૦-૧ર સાયન્સ તથ સામાન્ય પ્રવાહન જુદા જુદા વિષયોના કુલ ૩.૬૦ ૪૯૮ પેપરો ચકાસીને  તા. ૬ મે સુધીમાં તમામ ઉતરવહીઓ ગાંધીનગર શિક્ષણ વિભાગની મોકલી આપેલ છે.

આ કામગીરી માટે ૧૭૯૯ જેટલા શિક્ષકોએ રોકાયા હતાં. દરેક મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રને ફયુમીગેશન કરી દરેક કેન્દ્ર ખાતે હેન્ડવોશ અને સેનીટાઇઝરની વ્યવસ્થા કરેલ. સોશીયલ ડીસ્ટન્સ જળવાય તે હેતુથી એક રૂમમાં ફકત ર જ ટીમ બેસે તેવી વ્યવસ્થા કરાઇ હતી. એસએસસી માં કુલ ૬ કેન્દ્રો પૈકી ૪ કેન્દ્રો જુનાગઢ સિવાયના સ્થળે લોકડાઉનના લીધે શિક્ષકોને પરિવહનની અગવડતા ન થાય તે હેતુથી કેશોદ, ભંડુરી, તેમજ દિવરાણાથી શિક્ષકોની સંખ્યા અનુસાર જુનાગઢ ખાતે પરીક્ષણ કાર્યની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

મેસવાણ ખાતે એચએસસી સામાન્ય પ્રવાહના સંસ્કૃત વિષયનું મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ફાળવવામાં આવેલ પરંતુ વધારે શિક્ષકો જુનાગઢ ખાતે રહેતા હોય, મેસ્વાણ ખાતેનું મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર જુનાગઢ ખાતે તબદીલ કરેલ.

ચાણકય હાઇસ્કુલ, માળીયા ખાતે એચએસસી સામાન્ય પ્રવાહના ગુજરાતી, અને અંગ્રેજી વિષય માટે ર મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રો ફાળવેલ હતા, જે પૈકી એક કેન્દ્ર જુનાગઢ તબદીલ કરી ગુજરાતી અને અંગ્રેજી વિષયની ઉતરવહીઓનું વિભાજન કરી જુનાગઢ અને માળીયા એમ શિક્ષકોની અનુકુળતા અનુસાર ર મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં પેપર તપાસણીની કામગીરી કરવામાં આવલ હતી.

આજ રીત જુનાગઢ ખાતથી એચએસસી સામાન્ય પ્રવાહના વિષયો સંસ્કૃત, અર્થશાસ્ત્ર, વાણીજય વ્યવસ્થાના પરીક્ષણ કાર્ય માટે કેશોદ ખાતે અલગ વ્યવસ્થા કરી પરીક્ષણ કાર્ય પુર્ણ કરેલ હતું.

 

(10:03 am IST)