Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

મુન્દ્રાનો ક્રુ મેમ્બર, હોમ કવોરેન્ટાઈનમાં સ્વસ્થ થયેલો કચ્છનો પ્રથમ પોઝિટિવ કેસ

ભચાઉના જડસામાં ફાયરીંગમાં ઘાયલ થયેલા યુવાનને કોરોના : ભુજના ન્યુરોસર્જન સહિતના મેડિકલ સ્ટાફ - પોલીસ કર્મીઓ સહિત ૪૫થી વધુ કવોરેન્ટાઇન મુન્દ્રામાં ક્રુ મેમ્બર સાજો થયો ત્યાં જ ભચાઉના ઘાયલ યુવાનને અમદાવાદમાં કોરોના નીકળ્યો : અમદાવાદમાં કચ્છના વધુ બે જણાને કોરોના પોઝિટિવ

ભુજ પ્રથમ તસ્વીરમાં ઇજાગ્રસ્ત યુવક તથા બીજી તસ્વીરમાં ક્રુ મેમ્બર કોરોના મુકત થતાં રજા અપાઇ તે નજરે પડે છે. (તસ્વીર : વિનોદ ગાલા, ભુજ)

ભુજ તા. ૧૨ : કોરોનાએ કચ્છમાં અત્યારે સૌને પડકારજનક સ્થિતિમાં મૂકી દીધા છે. તેમાંયે એક પોઝિટિવ પેશન્ટને કારણે તંત્રની કામગીરી ખૂબ જ વધી જાય છે. કચ્છમાં મુન્દ્રામાં એક પોઝિટિવ દર્દી ક્રુ મેમ્બર હોમ કવોરેન્ટાઇનમાં સ્વસ્થ થયો અને અને ગઈકાલે સાંજે રજા અપાઈ ત્યાં જ ગઈકાલે મોડી રાત્રે ભચાઉના જડસા ગામે ફાયરીંગમાં ઘાયલ થયેલા યુવાનને કોરોના હોવાનું જાહેર થયું.

રવિવારે એ ઘાયલ યુવાનને ભુજમાં સારવાર અપાયા બાદ તેને અમદાવાદ રીફર કરાયો હતો. અત્યારે એ અમદાવાદમાં સારવાર હેઠળ છે.ઙ્ગ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે 'અકિલા'ને જણાવ્યા પ્રમાણે હવે આ યુવાન હરેશ કોળીનાઙ્ગ સંપર્કમાં આવનાર તેના પરિવારજનો, ગ્રામજનો, સામખિયાળી પોલીસ, ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સંપર્કમાં આવનાર મેડિકલ ટીમ સહિત સૌને કવોરેન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ડો. કન્નરે 'અકિલા' ને આપેલી માહિતી અનુસાર આ હરેશ કોળીને ગોળી લાગ્યા બાદ તેની સારવાર કરનાર ભચાઉ સીએચસીના ડોકટર સહિતનો મેડિકલ સ્ટાફ, ભુજની સરકારી હોસ્પિટલ અદાણી જી.કે. માં તેની સારવાર કરનાર ન્યુરોસર્જન સહિત મેડિકલ સ્ટાફ એમ કુલ ૧૫ જણા, ઉપરાંત સામખિયાળી પોલીસ સ્ટાફ, હરેશ કોળીના પરિવારજનો ૧૫ જણા, અને જડસા ગામે મુંબઈથી આવનાર ૧૫ જણા કે જે હરેશ કોળીના સંપર્કમાં આવ્યા હતા. એ તમામને કવોરેન્ટાઈન કરવાની કામગીરી કરાઈ રહી છે. આ આંકડો હજીયે વધી શકે છે.

અમદાવાદમાં કચ્છના વધુ બે જણાને કોરોના નીકળ્યો

અમદાવાદમાં લાંબા સમયથી ટીબીની સારવાર લઈ રહેલા વૃદ્ઘને કોરોના પોઝિટિવ નીકળ્યો છે. જયારે સાણંદના ગોધાવી ગામે ૪૬ વર્ષના મહિલાને પણ કોરોના પોઝિટિવ નીકળ્યો છે, તે ગઢશીશા પાસેના ટપપર ગામના છે, જોકે, આ બન્ને પોઝિટિવ દર્દીઓના કચ્છમાં લાંબા સમયથી સંપર્ક નથી. એવો ખુલાસો ડો. કન્નરે કર્યો છે.

મુન્દ્રાનો કોરોના પોઝિટિવ ક્રુમેમ્બર શુશીલકુમાર સ્વસ્થ થઈ જતાં આજે તેને હોંશભેર રજા અપાઈ હતી. સઘનઙ્ગ સારવાર બાદ તેનો સતત ત્રીજો રીપોર્ટ નેગેટીવ આવતા આજ રોજ તેને રજા આપવામાં આવી હતી.

સરકારશ્રીની પ્રવર્તમાન માઈલ્ડ કેસને હોમ કવોરોન્ટાઈનમાં જ ટ્રીટમેન્ટ આપવાની પોલીસી અંતર્ગત આ પોઝીટીવ ક્રુમેમ્બરની તાલુકા આરોગ્ય તંત્ર મુન્દ્રા દ્વારા મુન્દ્રા મધ્યે જ હોટેલ બી ટેલમાં આઇસોલેશન રૂમમાં સારવાર આપવામાં આવી હતી. જયારેઙ્ગ તા.૧૦/૫ ના રોજ લેવામાં આવેલ તમામ ૧૪ સેમ્પલના રિપોર્ટ ગઈકાલે આવી ગયા છે. જે તમામ ૧૪ રિપોર્ટ નેગેટિવ આવેલ છે.

જેમાં મહદઅંશે ભચાઉ તાલુકામાં તાજેતરમાં બહારગામથી આવેલા તથા કોવિડ ૧૯ જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલ શંકાસ્પદ દર્દીઓના પણ સેમ્પલ હતા.

(10:40 am IST)