Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

લોકડાઉન છતાં મંજૂરી વિના મહિલા ધોરાજીથી મોરબીના ઉમા ટાઉનશીપ પહોંચી : ગુન્હો નોંધાયો

કોરોના વાયરસ સંક્રમણ વધે તેવું બેદરકારીભર્યું કૃત્ય કર્યાની ફરિયાદ

મોરબી : કોરોના મહામારી વચ્ચે લોકડાઉન ચાલી રહ્યું છે છતાં અનેક લોકો મંજુરી વિના જ ગેરકાયદેસર મોરબી જીલ્લામાં ઘુસી આવે છે જેમાં ધોરાજીથી એક મહિલા મોરબીના ઉમા ટાઉનશીપ આવી હોય જેની સામે ગુન્હો નોંધાયો છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બી ડીવીઝન પીએસઆઈ આર સી રામાનુજે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે કોરોના લોકડાઉન વચ્ચે બિનજરૂરી અવરજવર અને ટ્રાન્સપોર્ટ નહિ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરેલ હોય છતાં આરોપી અલ્પાબેન સંજયભાઈ ચનીયારા (ઉ.વ.૪૫) રહે સુપેડી તા. ધોરાજી વાળા મોરબીના ઉમા ટાઉનશીપમાં આવ્યા હોય જેને મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાં ભંગ કરી તેમજ કોરોના વાયરસ સંક્રમણ વધે તેવું બેદરકારીભર્યું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવી છે બી ડીવીઝન પોલીસે આરોપી મહિલા સામે જાહેરનામાં ભંગ તેમજ ડીઝાસ્ટર એક્ટ ૨૦૦૫ ની કલમ ૫૧ મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(12:35 am IST)