Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કચ્છમાં જાહેરનામાના ભંગ બદલ છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૫ વાહનોને ડિટેઈન કરાયા

જાહેરનામાના ભંગ બદલ ૧૩૦ જેટલા વ્યકિતઓની ધરપકડ

 

ભુજ : વૈશ્વિક મહામારી કોરોના વાયરસના પગલે કોરોના ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન ૨૦૨૦ હેઠળ ધારા ૧૮૮ના ભંગ બદલ ગઇકાલ સુધી કુલ ૨૧૪ વ્યકિતઓ સામે એફ.આઇ.આર નોંધવામાં આવી છે અને રૂ.૫૧,૬૦૦ જેટલી રકમનો દંડ કરવામાં આવેલ છે. જાહેરનામાના ભંગ બદલ ૧૩૦ જેટલા વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ગઇકાલ સુધીમાં કુલ ૨૪૫ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.

(12:34 am IST)