Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

માતાના મઢમાં ઘટસ્થાપન સાથે જ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ

કોરોનાને કારણે દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર બંધ હોઈ શાંતિ અને સાદગીપૂર્ણ માહોલમાં વિધિ સંપન્ન

ભુજ: કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ આશાપુરા માતાજીના મંદિર માતાના મઢ મધ્યે પરંપરા અનુસાર ઘટસ્થાપનની વિધિ સાથે જ ચૈત્રી નવરાત્રિ નો પ્રારંભ થયો છે.  ગાદીપતિ રાજાનાવા યોગેન્દ્રસિંહજીની ઉપસ્થિતિમાં આ ધાર્મિક વિધિ સંપન્ન થઈ હતી. જોકે, કોરોનાને કારણે ફરી એક વખત મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ હોઈ સાદગીપૂર્ણ માહોલમાં આ વિધિ યોજાઈ હતી.

(9:12 pm IST)
  • ૨૮-૨૯ની ઓખા-નાથદ્વારા ટ્રેન બંને તરફે રદ્દ : રાજકોટઃ અજમેર ડિવીઝનના માલવી સ્ટેશન પાસે નોન ઇન્ટરલોકીંગ કામના કારણે ઍન્જીનિયરીંગ બ્લોક કરવામાં આવવાનું હોવાથી તા.૨૮મી અને તા.૨૯મીની ઓખા-નાથદ્વારા ટ્રેન બંને તરફે રદ્દ રહેશે તેવું ડીસીઍમ અભિનવ જૈફઍ જણાવ્યુ છે access_time 4:53 pm IST

  • હાલમાં જેલમાંથી છુટેલ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા જીયા કોરોના પોઝીટીવ access_time 1:57 pm IST

  • મહારાષ્‍ટ્રમાં ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા મુલત્‍વી રહી : વિદ્યાર્થીઓનું આરોગ્‍ય એ જ અમારી પ્રાથમિકતા : મહારાષ્‍ટ્ર સ્‍ટેટ બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ કોવિડ મહામારીના પ્રકોપને લઈને ઉદ્ધવ ઠાકરે સરકારે મુલત્‍વી રાખી : કહ્યુ કે તમારૂ આરોગ્‍ય એ જ અમારી સર્વોચ્‍ચ પ્રાથમિકતા access_time 5:04 pm IST