Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

જેતપુર બાર એસોસીએશન દ્વારા જુદી જુદી માંગણીઓ મુદે મામલતદારને આવેદન

જેતપુર, તા.૧૧: બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા ભારતભરના તમામ બાર કાઉન્સીલ પ્રતિ-નીધીઓની દિલ્હી ખાતે મીટીંગ મળેલ જેમાં વકીલો અને પક્ષકારોના કલ્યાણ માટે રજુઆત કરવાનો ઠરાવ કરવામાં આવેલ જે અનુસંધાને જેતપુર બાર કાઉન્સીલીે દેશના તમામ વકીલો  માટે ન્યાયાલય પરિસરમાં અથવા નજીક વકીલ ભવન પુરતી બેઠક વ્યવસ્થા પુસ્તકાલય, ફ્રી ઇન્ટરનેટ, સસ્તા દરની કેન્ટીન, વકીલોને ૧૦ હજારનું સ્ટાય પેન્ડ, પ વર્ષ સુધી વકીલ પરીવાર માટે વિમા કવચ પ૦ લાખ સુધીનું, મફત મેડીકલ સહાય, પારીવારીક પેન્શન, 'દરેક ટ્રીબ્યુનલ' કમીશનમાં વકીલોને નીયુકિત ઉપરોકત માંગણીઓ પૂર્ણ કરવા કેન્દ્ર દ્વારા વાર્ષિક પ૦હજાર કરોડ ફાળવવામાં આવે તેની માંગણીઓ સાથેનું આવેદનપત્ર મામલતદારને પાઠવવામાં આવેલુ છે.(૨૩.૧૩)

 

(1:40 pm IST)