Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ધોરાજી ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ યોજાયો

ધોરાજી : શહેરમાં ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં વિપુલભાઇ ઠેસીયા પરિવારના ઘરેથી રૂક્ષ્મણીજીની જાન વાજતે ગાજતે નિકળી હતી. કન્યાદાન રમેશભાઇ ધડુક તથા કાંતીભાઇ સુદાણી પરિવારે કરેલ. આ તકે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા કથામાં પધારેલ અને કથા સ્થળે ખેલ પહેરાવી તેમને સન્માનીત કરાયા હતા અને રૂક્ષ્મણી વિવાહની કથા અને વિદાયમાં વૈષ્ણવોની આંખમાં આંસુ હતા. આ તકે કથામાં ધોરાજી તેમજ દૂર દૂરથી કથાનું રસપાન કરવા વૈષ્ણવો પધાર્યા હતા. રમેશભાઇ ધડુક, વિપુલભાઇ ઠેસીયા, હરકિશનભાઇ માવાણી, નીતીનભાઇ જાગાણી, દિપકભાઇ ઠેસીયા, સંજયભાઇ જાગાણી, સંજયભાઇ રૂપારેલીયા, કિશોરભાઇ વાગડીયા, પ્રમોદભાઇ રાખોલીયા, કૌશિકભાઇ વૈષ્ણવ, બાબુભાઇ જાગાણી, રમેશભાઇ કેસરીયા, બીપીનભાઇ રાખોલીયા, પરસોતમભાઇ ગુહણીયા સહિતનાઓ હાજર રહેલ હતા.(૪૫.૭)

(2:03 pm IST)
  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:47 am IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:48 am IST