Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

વિસાવદર યાર્ડની ચુંટણીમાં ભાજપ પ્રેરીત પેનલનો વિજય : કોંગ્રેસનો સફાયો

વિસાવદર તા.૧૨ : તાજેતરમાં યોજાયેલ વિસાવદર માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરીત વિકાસ પેનલ જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલની આગેવાનીમાં અને કોંગ્રેસ પ્રેરીત પેનલ ધારાસભ્યની આગેવાનીમાં સામસામે ચુંટણી લડી રહ્યા હતા. જેનુ પરિણામ આજરોજ જાહેર થતા કોગ્રેસના ધારાસભ્ય પ્રેરીત પેનલના સુપડા સાફ થઇ ગયા હતા અને જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની આગેવાની વાળી ભારતીય જનતા પાર્ટીની વિકાસ પેનલનો ભવ્ય વિજય થયો હતો. જેમાં ખેડુત વિભાગમાં વિરેન્દ્રભાઇ સાવલીયા (૧૭૫ મત), અમીતભાઇ આંબલીયા (૧૬૩ મત), મનસુખભાઇ ડોબરીયા (૧૭૩ મત), રાધેલાલ કાવાણી (૧૭૨ મત) જેન્તીભાઇ ભુવા (૧૬૫ મત) અરવિંદભાઇ સાંગાણી (૧૫૬ મત), નવીનભાઇ હપાણી (૧૫૭ મત), રમેશભાઇ કોટડીયા (૧૫૩ મત) વેપારી પેનલમાંથી ભાવેશભાઇ ડામસીયા (૨૨૦ મત) દિલીપભાઇ રંગાણી (૨૧૬ મત), મહેશભાઇ રાખોલીયા (૨૧૬ મત), કમલેશભાઇ રીબડીયા (૨૩૭ મત), અને ખરીદ વેચાણ સંઘ વિભાગમાંથી નરેન્દ્રભાઇ કોટીલા (૭૪ મત) અને વિનુભાઇ હપાણી (૭૧ મત) મેળવીને વિજેતા થયા હતા.

વિસાવદરના ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસ પેનલને મત આપીને વિજેતા બનાવેલ અને કોંગ્રેસના ધારાસભ્યની પેનલના તમામ ઉમેદવારો હારી ગયેલ. ભારતીય જનતા પાર્ટીની વિકાસ પેનલને વિજેતા બનાવવા બદલ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે વિસાવદર તાલુકાના કાર્યકર્તાઓ અને મતદારોનો આભારવ્યકત કર્યો હતો.(૪૫.૨)

(12:11 pm IST)
  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:47 am IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:48 am IST

  • દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રદૂષણ મામલે વાપી CETPને રૂ.૧૦ કરોડનો દંડ ફટકાર્યો : દંડની સાથે CETPએ બે કમિટી બનાવવાનો પણ આદેશ એનજીટીને કર્યો access_time 10:39 pm IST