Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

સૌરાષ્ટ્રમાં સૂર્યપર્વ મકર સંક્રાંતિનો થનગનાટઃ પતંગબજારો ધમધમી

૧૪મીએ સોમનાથના દરિયાકિનારે ભવ્ય પતંગ મહોત્સવનું આયોજન

મેંદરડામાં પતંગબજાર શરૂ : સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણીનો થનગનાટ વર્તાઇ રહયો છે ત્યારે મેંદરડામાં પતંગ બજાર શરૂ થઇ ગઇ છે. તસ્વીરમાં પતંગનો વેપારી જેસુભાઇ ખેવલાણી દર્શાય છે. (તસ્વીરઃગૌતમ શેઠ, મેંદરડા)

રાજકોટ તા.૧૨: હિન્દુ ધર્મનોએકમાત્ર એવો તહેવાર કે જે સૂર્યની ગતિ (દિશા) ઉપર આધાર રાખીને ઉજવાય છે. એવા મકરસંક્રાંતિ પર્વને ઉજવવા માટે સૌરાષ્ટ્રભરમાં જબરો થનગનાટ જોવા મળી રહયો છે. સાથે જ પતંગબજારો ધમધમી ઉઠી છે. ઠેર-ઠેર પતંગ ઉત્સવ સહિતનાં આયોજનો થઇ રહયા છે. આ દિવસે દાન કરવાનું મહત્વ પણ હોય છે. લોકો તલપાકનું વિતરણ -ગાયોને ઘાસચારો નાંખી પુણ્યનું ભાથુ બાંધે છે. સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિ પર્વનાં અહેવાલોનું સંકલન આ મુજબ છે.

સોમનાથ દરીયાકિનારે ચોપાટીમાં ભવ્ય પંતગ  મહોત્સવ ઉજવાશે

સોમનાથ  મહાદેવ ના સાંનિઘ્યમાં સોમનાથ ચોપાટી માં દરીયા કિનારે તા.૧૪ ને સોમવાર ના ભવ્ય પતંગ મહોત્સવ નું આયોજન કરાયેલ છે

દરીયા કિનારે રંગેબેરંગી પતંગો ઉડશે તેથી આકાશ માં અનોખું દ્રશ્ય સર્જાશે આ  પતંગ મહોત્સવ  માં વિના મુલ્યે  પતંગ,દોરો,લાડુ સહીત અનેક વસ્તુઓ પ્રસાદી રૂપે આપવામાં આવશે.

ડી.કેે.ગુ્રપ ના દીપક કકકડે જણાવેલ હતું કે તા.૧૪  સોમવાર ના  રોજ સવારે ૧૦ વાગ્યા થી ૧ વાગ્યા સુધી સોમનાથ ટ્રસ્ટ ના સહકારથી ગીર સોમનાથ મીડીયા સેન્ટર તેમજ સોમનાથ ના પત્રકારો (પ્રિન્ટમીડીયા),જોષી કેટરર્સ,ઓલ ઈન્ડીયા વાડોકાય કરાટે ડો.એસો.,ટી પોસ્ટ,સરદાર રેસ્ટોરન્ટ દ્રારા ભવ્ય રીતે પતંગ મહોત્સવનું આયોજન કરાયેલછે જેમાં વિના મુલ્યે પતંગ દોરો, શેરડી, ચીકી, મમરા, તલ ના લાડુ,બોર તેમજ  ગરમા ગરમ  ખીચડા ની  પ્રસાદીનું  વિતરણ કરવામાં આવશે

દરીયા કિનારે  આવેલ ભવ્ય ચોપાટી ગ્રાઉન્ડ માં ડી.જે ના તાલ સાથેઆ ઉત્સવ રાખવામાં આવેલ છે તેમજ પ્રભાસપાટણની મુખ્ય બજાર, નાના મોટા કોળી વાડા,વાલ્મીકી વાસ, શાંતિ નગર સહીત ના અનેક વિસ્તારમાં બે  દિવસ  સુધી  દોરો  પતંગ નું વિતરણ કરી આમંત્રણ

અપાયેલ હતા આ ભવ્ય પંતગ  ઉત્સવનું આયોજન કરવામાં  આવેલછે તેમાં સોમનાથ  ટ્રસ્ટ, જીલ્લા વહીવટી પોલીસ તંત્ર,જશાભાઈ બારડ,જગદીશભાઈ ફોફંડી,સમસ્ત સાગરપુત્ર ખારવા સમાજનાપટેલ લખમભાઈભેસલા, હરદાસભાઈ સોલંકી, ગીર સોમનાથ જીલ્લા યુથ કોગ્રેસ પ્રમુખ

અભય હીરાભાઈ જોટવા તેમજ હોટલ સુખસાગર  દ્રારા પતંગ ઉત્સવનુંસફળ  બનાવવા  માટે સાથ  સહકાર મળી રહેલ છે અનેતેની તમામ તૈયારીઓ થઈ ગયેલ છે.

મકર સંક્રાંતિ પર્વ તન-મન તંદુરસ્ત બનાવે છે

જૂનાગઢઃ અત્રેની સરસ્વતી સ્કૂલના સંચાલકો પ્રદીપભાઇ ખીમાણી જગદીશભાઇ ખીમાણી નરેશભાઇ ખીમાણી રઘુભાઇ ખીમાણી તથા સાગર ભાઇ ખીમાણીએ જણાવ્યું છે કે આપણા હિન્દુ તહેવારો ચંદ્રના ક્ષય અને વૃદ્ધિને આધારે ઉજવીએ છીએ પરંતુ એકમાત્ર મકરસંક્રાંતિ સૂર્યની ગતિ (દિશા) પર આધાર રાખીને ઉજવાતો તહેવાર છે. પોષ મહિનામાં સૂર્ય મકરરાશિમાં પ્રવેશે છે તેથી આપણે આ તહેવારને મકરસંક્રાંતિ કહીએ છીએ. સૂર્ય સહેજ ઉત્તર તરફ ખસતો જાય છે એટલે તેને કહીએ છીએ ઉત્તરાયણ.

હવે બીજી એક નવાઇની વાત જુઓ કે આપણા તિથી પ્રમાણે ઉજવાતા તહેવારોમાંથી માત્ર મકરસંક્રાંતિ અંગ્રેજી મહિનાની તારીખ પ્રમાણે આવે છે. જાન્યુઆરીની ચૌદમી તારીખે પોષ મીહનામાં આ પર્વ આવે છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આાપણે મકરસંક્રાંતિ ઉજવીએ છીએ અને પતંગ ચગાવીએ છીએ, પરંતુ ખરેખર તો પતંગોત્સવ તો ઊતરી આવ્યો છે ચીનમાંથી. ચીનવાસીઓ અંતરિક્ષમા વસતા પોતાના પૂર્વજો અને દેવતાઓ સુધી સંદેશ પહોંચાડવા ફાનસ ચગાવતા, પ્રાર્થના કરતાી ધીમે ધીમે આ એક રાષ્ટ્રની સીમાને લાધીને પતંગપર્વ આવ્યો આપણા દેશમાં આપણે આ પર્વને મકરસંક્રાંતિ સાથ વણી લીધો.

સૂર્યના સંક્રમણ સાથ આપણું જીવન સંકળાયેલું છે. અને દ્રષ્ટિએ આ ઉત્સવનું સાંસ્કૃતિક રીતી અનોખું મહત્વ છે. સૂર્ય પોતાની આળસ ખંખેરી અંધકાર ઉપર આક્રમણ કરવાનો દ્રઢ સંકલ્પ આ દિવસે કરે છે. એટલે કે દિવસો ધીમેધીમે લાંબા થતા જાય છે, અને રાત્રી ટૂંકી. સારા કાર્યો કરવા માટેના શુભ દિવસોની શરૂઆત પણ થાય છે. ૧૪ મી ડીસેમ્બરથી શરૂ થયેલા કમુહૂર્તા (કમુરતા) નો ૧૪મી જાન્યુઆરીએ મકરસંક્રાંીતના દિવસે અંત આવે છે. હિંદુઓ મકરસંક્રાંતિ પછી જ પોતાનું મૃત્યુ આવે તેમ ઝંખે છે. યમરાજને ઉત્તરાયણ સુધી રોકી રાખનાર પિતામહ ભિષ્મ આનુ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

સંક્રાંતિ એટલે સઘ ક્રાંતિ. કોઇપણ મહાનકાર્યમાં સંગઠનની જરૂર રહે. સઘમાં વિશિષ્ટ શકિત હોય છે. જે કોઇપણ કઠિન કાર્યને સહજ શકય બનાવે છે.

સંઘમાં ભેગા થયેલા લોકોના સંબંધો સ્નેહપુર્ણ અને મધુર હોવા જોઇએ. આ વાતની સ્મૃતિરૂપે કદાચ સંક્રાંતિના દિવસે તલગોળના લાડુ એકબીજાને આપવાની પ્રથા શરૂ થઇ હશે. તલમાં તસ્નગ્ધતા છે. રૂક્ષ-કઠોર બનેલા સંબંધોમાં તલ તસ્નગ્ધતા લાવી શકે અને ગોળ મીઠાશ મનની કડવાશ દૂર કરે. આમ સ્નેહ અને મીઠાશનું પ્રતિક એટલે તલ અનેગોળ. મહારાષ્ટ્રમાં તો લોકો એકબીજાને તલગોળ આપે છે અને આપતી વખતે કહે છે'' જ્ઞટબઉુંબ દ્વપળ અળજ્ઞઝ ઉંળરુજ ઉંળરુજ મળુબળા'' તલના લાડુમાં પૈસા મૂકીને આપવાની પ્રથા ગુપ્તદાનનો મહિમા સમજાવે છે. માણસો ગરીબોને યથાશકિત દાન આપે છે, પશુઓને ઘૂઘરી ખવડાવે છે, શ્રીમંતો સુવર્ણદાન પણ કરે છે.

આ વર્પ નિમિતે સૂર્યનો પ્રકાશ, તલગોળની મીઠાશ અને પ્રભુ પર વિશ્વાસ આપણા જીવનમાં સાકારિત થાય તો જ એ આપણા જીવનનું યોગ્ય સંક્રમણ ગણાય.

(11:54 am IST)
  • પોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST

  • 'અંગુઠા છાપ ''નિવેદન પર પોતાના ઘરમાં જ ઘેરાયા રામવિલાસ પાસવાન ;પુત્રીએ કહ્યું માફી માંગો નહીંતર ધરણા કરીશ ;પાસવાનની પુત્રી આશાએ ચેતવણી આપી છે કે જો તેના પિતા આના માટે માફી નહિ માંગે તો પટના સ્થિત લોજપાના પ્રદેશ મુખ્યાલય સામે ધરણા પર બેસશે access_time 12:54 am IST

  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST