Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

વિસાવદર પ્રેમપરા ગામે જીવરાજ ભવનનું લોકાર્પણ કરતા મંત્રી જયેશ રાદડીયા

જૂનાગઢ તા.૧૧,: વિસાવદર તાલુકાનાં પ્રેમપરા ગામે લેઉવા પટેલ સમાજ દ્વારા નીર્મિત સમાજવાડી ભવન એટલે કે જીવરાજ ભવનનું રાજ્યનાં અન્ન, નાગરીક પુરવઠો અને ગા્રહકોની બાબતો, કુટીર ઉદ્યોગ, છાપકામ, લેખનસામગ્રીનું કાર્યાલય વિભાગનાં મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

આ તકે મંત્રી જયેશભાઇ રાદડીયા, તથા મહાનુભાવોનાં હસ્તે સમાજ ભવનનાં નીર્માણ માટે સહયોગી દાતાશ્રીઓનું બહુમાન કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમમાં સતાધાર ધામનાં સંત વિજયબાપુ, નેસડી ખોડીયાર ધામથી પધારેલ લવજીબાપુ, સમાજ ભવનનાં નીર્માણ માટે આર્થિક સહયોગ પુરો પાડનાર જનકભાઇ ધાનાણી, બગસરા આપાગીગા જગ્યાનાં મહંતશ્રી જેરામબાપુ, રફાળાથી સવજીભાઇ વેકરીયા, ભાનુભગત, અરવિંદભાઇ બાંભરોલીયા,જૂનાગઢ અને માંડાવડ શૈક્ષણિક સંકુલનાં કેળવણીકાર જે.કે.ઠેશીયા, -ેમપરા ગામનાં સરપંચ શારદાબેન, સમાજભવનનાં નીર્માણ માટે જહેમત ઉઠાવનાર આર.કે.હીરપરા, નટુભાઇ કાનાણી, રતિભાઇ સાવલીયા, વિસાવદર ભારતિય જનતા પક્ષનાં પ્રમુખ વિરેન્દ્ર સાવલીયા, અશ્વિનભાઇ કથીરીયા,, હરેશભાઇ રૈયાણી, રાજુભાઇ કાનાણી, ધીરૂભાઇ સંઘાણી, ભીમજીભાઇ વૈશ્નવ, ગોપાલભાઇ વઘાસિયા,, ચુનિભાઇ રાખોલીયા, વિમ્પાલ વઘાસિયા, હરીભાઇ રીબડીયા, રામભાઇ સોજીત્રા સહીત દાતાશ્રીઓ, ગ્રામ આગેવાનો અને પ્રેમપરાનાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા સમાજભવનાં પ્રમુખશ્રી ભરતભાઇ કોલડીયા,રાજેશભાઇ વીરાણી, જેન્તીભાઇ પટોળીયા સહિત ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. હરેશભાઇ કાવાણીએ સંભાળ્યુ હતુ. કાર્યક્રમની આભારવિધી મુકેશ વૈશ્નવ કરી હતી.

(1:04 pm IST)