Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ખેડૂતોને ન્યાય આપોઃ કેશોદમાં કિશાનોની વેદના રેલી-સંમેલન

ઉંટગાડી-બળદગાડા સાથે હજારો ખેડૂતો ઉમટ્યાઃ પાકવિમો-ઘાસચારો આપવા બુલંદ માંગણી

કેશોદઃ ખેડૂતોના પ્રશ્ને બળદગાડામા બેસીને લોકોને જાગૃત કરવા પત્રિકાનું વિતરણ કરાયુ હતુ. (તસ્વીરઃ સંજય દેવાણી-કેશોદ)

કેશોદ તા.૧૧: કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોના ઉભા પાકમા ભારે નુકશાન થતા ખેડુતોમાં ભારે આક્રોશ ફેલાયો છે ત્યારે ખેડૂતોને ન્યાય આપવા અને પ્રશ્નોને વાચા આપવા માટે આજે કેશોદ ખાતે ગુજરાત  જન મંચ અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામની આગેવાનીમા આજે કિશાન વેદના રેલી અને સંમેલન યોજાયુ છેજેમા બળદ ગાડા, ઉંટ ગાડી સાથે હજારો ખેડૂતોની રેલી તાલુકા પંચાયત કચેરી કેશોદ ખાતેથી કિશાન વેદના રેલીનુ પ્રસ્થાન થયુ હતુ જેમા મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે.

કમોસમી વરસાદથી કેશોદ, માંગરોળ, માળીયાગાટીના, વંથલી સહિતના વિસ્તારોમાં મગફળી, કપાસ, તલ સહિતના પાકોને ભારે નુકશાન થયુ છે.

જેથી કેન્દ્ર અને રાજય સરકાર ખેડૂતોને ન્યાય આપે તેવી માંગણી સાથે ગુજરાત જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે.

આ કિશાન વેદના રેલીને. ગામે-ગામથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા છે.

(1:03 pm IST)