Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

હળવદમાં પીજીવીસીએલ કર્મચારીઓ દ્વારા પડતર માંગણી માટે મામલતદારને આવેદન સુપ્રત

હળવદ તા.૧૧: અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જી.ઇ.બી. એન્જિીનીયર એશોસીએશન દ્વારા હળવદ મામલતદાર તેમજ મેનેજમેન્ટ અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને તેને સંલગ્ન સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા પપ હજારથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓના સામૂહિક લાભો જેવા કે સાતમા વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર એચ.આર.એ. અને એલાઉન્સ એપ્રિલ-ર૦૧૬થી ચૂકવી આપવા, જી.એસ.ઓ.-૦૪ મુજબ મંજુર કરી તાત્કાલિક ભરતી કરવી, હાલની મેડીકલ સ્કીમ સુધારવી, રજા હકના પૈસા રોકડમાં ચૂકવી આપવા, ટેકનીકલ કર્મચારીઓ અને જોખમી કામગીરી સામે રીસ્ક એલાઉન્સ આપવુ, જેવી વિવિધ માંગણીઓ છેલ્લા બે વર્ષથી કરવામાં આવતી હતી.

આજદીન સુધી નિરાકરણ ન આવતા આખરે સંયુકત લડત આપવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. સાથે એમ પણ વધુમાં જણાવ્યુ છે કે વાસ્તવિકતાનેધ્યાને લીધા વગર જ વીજ કર્મચારીઓને પોતાના હકો અને આર્થિક લાભો અને મળવાપાત્ર હકોથી વંચીત રાખેલ છે જેની રજુઆતો કરછા છતા પણ સકારાત્મક નિરાકરણ ન આવતા આખરે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ વિજ કર્મચારીઓ અને અધિકારીઓને પડી છે.આગામી તા.૧૪ના રોજ ગુજરાતની તમામ પાવર સ્ટેશન અને જેટકો કર્મચારીઓ અને અધિકારીઓ માસ સી.એલ. પર ઉતરી જઇને પોતાનો વિરોધ નોંધાવશે.

(11:49 am IST)