Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

કચ્છમાં ગાયોના ભેલાણ મુદ્દે સશસ્ત્ર હુમલોઃ એકનો કાન કપાયો

ભુજ,તા.૧૧: કચ્છના રાપર તાલુકાના કાનમેર ગામે ગાયોના ભેલાણના મુદ્દે થયેલ બોલાચાલી બાદ મારામારી થતાં બે વ્યકિતઓને ઈજાઓ થઈ હતી. આ અંગે દામા હાજા વાદ્યેલા અને મૂળજી શંભુ મહારાજ નામના ગામના રહેવાસીઓએ સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

જેમાં કિશન હાજા વાઘેલાએ તેમના ખેતરમાં ગાયો ભેલાણ કરતી હોવાના મુદ્દે મૂળજી મહારાજને ઠપકો આપતાં ગુસ્સે ભરાયેલા મૂળજી મહારાજે અન્ય શખ્સો સાથે મળીને પોતા ઉપર અને ભાઈ કિશન ઉપર તલવાર લાકડીઓ વડે હુમલો કરતાં પોતાનો કાન કપાઈ ગયો હોવાનું અને ભાઈ કિશનને હાથની આંગળીઓમાં ઇજા થઇ હોવાનું રિયાદી દામા હાજા વાઘેલાએ પોલીસને જણાવ્યું હતું.

સામે પક્ષે મૂળજી મહારાજે જુના ઝઘડાનું મનદુઃખ રાખીને બે ભાઈઓ કિશન અને દામા વાઘેલાએ પોતાને દ્યેર આવી અપશબ્દો ભાંડી લાકડીઓ વડે હુમલો કરીને પોતાની પત્ની મજુંબેન તેમ જ પોતાને ઈજાઓ પહોંચાડી હોવાનું પોલીસને જણાવ્યું હતું. બન્ને પક્ષે બબ્બે જણા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)