Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ધોરાજીમાં કોમી એકતાના દર્શન સાથે ઇદે મિલાદુન્નબી જુલૂસ નીકળ્યું

 ધોરાજી ખાતે પણ પેગંબર સાહેબના જન્મ દિવસ ની શાનદાર ઉજવણી કરવામાં આવીઙ્ગશનિવારે રાત્રે દરેક મસ્જિદોમાં સલાતો સલામ અને દુઆ એ ખેર થયેલઙ્ગ હતી તા ૧૦ ના રોજ વહેલી સવારે શહેર ની ૪૪ જેટલી મસ્જિદો માં દરુદ શરીફઙ્ગ ના ખતમ શરીફઙ્ગ અને સુબ્હ સાદિક પેગંબર સાહેબ ના જન્મ નાઙ્ગ પવિત્ર સમયે સાલતો સલામ અને દુઆ એ ખેર અને વિશ્વ શાંતિ માટે દુઆ એ ખેર થયેલ હતી અને ચા નાસ્તો અને નિયાઝ ના કાર્યક્રમ યોજાયા હતા અને મુસ્લિમો એ એકબીજાને ગળે મળી અને ઈદ એ મિલાદની મુબારક બાદ પાઠવી હતી. રવિવારે બહારપુરા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા શહેરીઙ્ગ જુલુસ નીકળેલઙ્ગ જેમાં સરકાર કી આમદ મરહબા ના ગગન ભેદી નારા થી સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યું હતું જુલૂસમાં. જિલ્લા પોલીસ વડા બલરામ મીણાઙ્ગ ડેપ્યુટી એસપીઙ્ગ સાગર બાગમાંર રાજકોટ રોલ એલ.સી.બી.ના પી.આઇઙ્ગ રાણા ધોરાજી પોલીસ ઇન્સ્પેકટરઙ્ગ વિજય કુમાર જોશી પીએસઆઇ વસાવા વગેરેનો હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સૌરાષ્ટ્ર મતવા માલધારી સમાજ ના અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ ખુરેસી નગરપાલિકાના પ્રમુખ ડી.એલ.ભાષા ઉપપ્રમુખ અને મુસ્લિમ અગ્રણીઙ્ગ મકબુલભાઈ ગરાણા એડવોકેટ નોટરી અમીનભાઈ નાવીવાળા હિંદુ સમાજમાંથી શિક્ષણવિદ અને સરકારી વકીલ કાર્તિકેય પારેખઙ્ગ આરએસએસના ગોંડલ જિલ્લા કાર્યવાહઙ્ગ ચંદુ ભાઈ ચોવટીયાઙ્ગ ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખઙ્ગ લલીતભાઈ વોરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણીઙ્ગ કિશોરભાઈ રાઠોડઙ્ગ શહેર ભાજપના પ્રમુખઙ્ગ અશોકભાઈ ટોપિયા ભાજપના અગ્રણી જયસુખભાઇ ઠેશિયા સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઇ હોત વાણીઙ્ગ ભારત વિકાસ પરિષદના પ્રમુખ ધનસુખભાઈ વાગડિયા ધોરાજી લાયન્સ કલબના પ્રમુખ ધીરેનભાઈ વૈષ્ણવ રાજુભાઈ પટેલ દિલીપભાઈ જાગાણી સુન્ની મુસ્લિમ જમાતના અલ અમીન પેન્ટર હનિફસાહેબ બ્લોચ કાસમ ખુરેસી હાજી સુલેમાનભાઈ ભંગારવાળાઙ્ગમુસ્લિમ અગ્રણીઙ્ગ બાસીતભાઈ પાનવાળા જબ્બર ભાઈ નાલબંધઙ્ગલદ્યુમતી ભાજપના બોદુભાઇ ચૌહાણ મોહમ્મદ કાસીમ ગરાના શાહનવજભાઈ પોઠીયાવાળા યાસીન કુરેશી સલીમ શેખ શરીફ લુલાનિયાઙ્ગવગેરે જોડાયા હતા. એકબીજાને મુબારકબાદી પાઠવી હતી અને કોમી એકતાના દર્શન થયા હતા અને સાંજે ૬ કલાકે મક્કા મસ્જિદ પાસે નિયાઝનો ભવ્ય કાર્યક્રમ યોજાયોઙ્ગ હતો.

(11:40 am IST)