Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પુત્રવધૂ અને પિનાકી મેઘાણીનાં માતા સ્વ. કુસુમબેન નાનકભાઈ મેઘાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે 'સ્વરાંજલિ'અર્પણ

રાજકોટઃ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પુત્રવધૂ અને પિનાકી મેદ્યાણીનાં માતા સ્વ. કુસુમબેન નાનકભાઈ મેઘાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્ત્।ે 'સ્મરણાંજલિ'કાર્યક્ર્મનું આયોજન ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા અમદાવાદ ખાતે થયું હતું.  વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ખ્યાતનામ પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી (પુણે-અમદાવાદ)એ એક સ્વજન તરીકે લાગણીથી પ્રેરાઈને સ્વ. કુસુમબેન મેદ્યાણીને જૂનાં ગીતો થકી 'સ્વરાંજલિ'અર્પણ કરી હતી. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેદ્યાણી, ખ્યાતનામ લોકગાયિકા રાધાબેન વ્યાસ, રાજકોટ શહેરના પૂર્વ સયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થભાઈ ખત્રી (આઈપીએસ), ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. અનામિકભાઈ શાહ, જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ ગિરિશભાઈ વાજા, લોકસેવિકા-પૂર્વ સાંસદ સ્વ. જયાબેન વજુભાઈ શાહ પરિવારના અનારબેન અક્ષયભાઈ શાહ, ડો. અમિતાબેન શાહ-અવસ્થી, ઈડીઆઈના પૂર્વ નિયામક ડો. દિનેશભાઈ અવસ્થી, સ્વ. લીનાબેન રજનીકાંતભાઈ ગોસલિયા પરિવારના રૂપાબેન-ભરતભાઈ-મિતાલી મહેતા અને આશ્લેષા-આનંદભાઈ મોદી, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભી, સેન્ટ્રલ એકસાઈઝ એન્ડ કસ્ટમના પૂર્વ આસી. કલેકટર વિપીનભાઈ ઓઝા (આઈઆરએસ), ગુજરાત સરકારના પૂર્વ ઈન્ડસ્ટ્રીઝ કમિશ્નર કે. કે. ચાવડા, સિવિલ હોસ્પીટલ (અમદાવાદ)ના પૂર્વ આરએમઓ ડો. કનુભાઈ બોરીચા, ડો. મનિષભાઈ શાહ, સહકારી ક્ષેત્રના અગ્રણી વિનાયકભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ જાદવ અને અનિરુધ્ધસિંહભાઈ ચાવડા, પૂર્વ પ્રાધ્યાપક ડો. પ્રીતિબેન શાહ અને અમીબેન શાહ, સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંદ્ય (એચટાટ)ના પ્રમુખ કિરતારસિંહ પરમાર, જૈન અગ્રણીઓ જતીનભાઈ દ્યીયા, મનોજભાઈ દ્યીયા, દેવેનભાઈ બદાણી, તુષારભાઈ શાહ, સંજયભાઈ શાહ અને મુકેશભાઈ શાહ, પૂર્વ તલાટી હેમંતસંગભાઈ ડાભી, એનઆઈડીસી (દિલ્હી)ના પૂર્વ ચીફ એન્જિીનયર જગજીવનભાઈ પી. ગોહિલ (સુદામડાવાળા), આશિષભાઈ જોષી (નીરમા), એમ. જે. ખત્રી, પિયૂષભાઈ વ્યાસ, હંસાબેન પટેલ (ગ્રંથવિહાર), જયશ્રી બોરીચા-વાજા, નેશનલ યુથ પ્રોજેકટ (રાજકોટ)ના રાજેશભાઈ ભાતેલીયા, વાલજીભાઈ પિત્રોડા અને પાંચાભાઈ બોળીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.       સ્વ. કુસુમબેનની પુણ્યસ્મૃતિમાં સ્નેહી મિત્રો લોકગાયક અભેસિંહભાઈ રાઠોડ, જતીનભાઈ દ્યીયા, રાજેશભાઈ ભાતેલીયા, વાલજીભાઈ પિત્રોડા સાથે પિનાકી મેદ્યાણીએ તીર્થધામોની યાત્રા પણ કરી હતી.   સ્વ. કુસુમબેન મેઘાણી આપણી વચ્ચે સદેહે નથી પણ તેમનું પ્રેરણાદાયી જીવન અને કાર્યોની ફોરમ, મહેક તેમજ સ્મૃતિઓ આજે પણ જીવંત છે.

આલેખન 

પિનાકી નાનકભાઈ મેઘાણી 

 ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન 

(મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:39 am IST)