Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

જામનગરમાં લિફ્ટમાં ફસાઈ ખાવાથી છ વર્ષની બાળકીનું કરૂણમોત

પટેલ કોલોનીની શ્રીરંગ રેસિડન્ટની ઘટના :પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ પહોંચી :રેસ્ક્યુ થાય એ પહેલા જ મોત

જામનગરમાં લિફ્ટમાં ફસાઇ જવાને કારણે છ વર્ષની બાળકીનું કરૂણમોત નીપજ્યું છે બાળકીને રેસ્ક્યુ કરવા માટે ફાયરની ટીમ અને પોલીસ દોડી આવી હતી જોકે, કંઈ મદદ મળે તે પહેલાં જ તેનું મોત થઈ ગયું હતું.

  મળતી વિગત મુજબ જામનગરની પટેલ કોલોની ખાતે આવેલી શ્રીરંગ રેસિડેન્સીની લિફ્ટમાં એક બાળકી ફસાઈ હતી. બાળકી સવારે લિફ્ટમાં જઈ રહી હતી ત્યારે તે ફસાઈ ગઈ હતી. બાળકીને બૂમાબૂમ સાંભળીને લોકો દોડી આવ્યા હતા.
   લિફ્ટ અને દીવાલ વચ્ચે બાળકીનું માથું ફસાઈ ગયું હતું. જોકે, આ અકસ્માત લિફ્ટ ખરાબ હોવાને કારણે થયો છે કે પછી બાળકી ભૂલની કોઈ ભૂલને કારણે તે લિફ્ટમા ફસાઈ ગઈ હતી તે માહિતી મળી શકી નથી. કારણ જે પણ હોય પરંતુ લિફ્ટને કારણે એક પરિવારે તેની લાડકી દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે.

(1:00 pm IST)