Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

જુનાગઢ કોઇ શખ્સ નશીલા પ્રદાર્થનું સેવન કરીને વાહન ચલાવતા પકડાશે તો ખેર નથીઃ આકરી કાર્યવાહી

રેન્જ આઇજીપી સુભાષ ત્રિવેદી, એસ.પી. સૌરભસિંઘ, ટ્રાફિક શાખાના મહિલા પી.એસ.આઇ.વી.કે. ઉંજીયાની આગેવાનીમાં ટીમ કાર્યરત

જુનાગઢ તા.૧૧: જુનાગઢ રેન્જ આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદીની સુચના અને એસપી શ્રી સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળ શહેર ટ્રાફિક પોલીસના મહિલા પી.એસ.આઇ. શ્રી વિધી કે. ઉંજીયા દ્વારા નવરાત્રી તેમજ દિવાળીના તહેવારો દ્વારા ટ્રાફિક સમસ્યા નીવારવા વિવિધ પગલા ભરવામાં આવનાર છે.

શહેરના રાજમાર્ગો પર ઓકટોમ્બર માસ દરમ્યાન થનાર ડ્રેક એન્ડ ડ્રાઇવરની કામગીરી અંગે વિગતો સુશ્રી વિધી ઉંજીયાએ જણાવ્યું હતું કે આગામી દિવસો દિવાળીના તહેવારો અને પ્રવર્તમાન સમયમાં નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે નવરાત્રી દરમ્યાન જુનાગઢ શહેર ટ્રાફીક બ્રાન્ચ દ્વારા ઓકટો-ર૦૧૮ દરમ્યાન ડ્રેક એન્ડ ડ્રાઇવની કામગીરી ઝૂંબેશ હાથ ધરવામાંં  આવશે.

જે અંતગર્તમાં જો કોઇ ઇસમ નશીલા પ્રદાર્થ કે દારૂનુ સેવન કરીને વાહન ચાલવતા માલુમ પડશે તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

શ્રી ઉંજીયાએ વધુમાં જણાવ્યું હતું કે જુનાગઢ ટ્રાફિકના જવાનો શહેરના નિયત પોઇન્ટ પર દારૂનૂં સેવક કર્ય અંગે તપાસણી મશીન સાથે તૈનાત રહેશે.

જો કોઇ ઇસમ નશીલી હાલતમાં ડ્રાઇવ કરતા જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સાથે સાથે ટ્રાફિકને અડચણરૂપ વાહનોને ડિટેઇન કરવાની કાર્યવાહી કરાશે.

જેના માટેથી ડ્રેક ડ્રાઇવ શરૂ કરવામાં તે ઓકટોમ્બર માસ દરમ્યાન આજથી આ ઝૂંબેશ કરવામાં આવી છે  આ ડ્રાઇવ દરમ્યાન જો વાહન ચાલક કાયદા વિરૂદ્ધ વાહન ચલાવતા કે નિયમ ભંગ કરતા માલુમ પડશે તો દંડાશે.

શ્રી ઉંજીયાએ વધુમાં ઉર્મેયુ હતું કે જુનાગઢ શહેરના રાજમાર્ગોની ગીચતા અને વધતા વાહનોથી ટ્રાફિકના કારણે  અવાર નવાર સમસ્યાઓ ઉભી થતી જોવા મળે છે આવા સંજોગોમાં ટ્રાફિક શાખા દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે.

આ તકે શહેર ટ્રાફિક પોલીસના મહિલા પી.એસ.આઇ. શ્રી વી.કે. ઉંજીયાએ જુનાગઢવાસીઓને અપીલ કરતા જણાવ્યું છે કે સુખરૂપ મુસાફરી માટે પોતાના વાહનોમાંથી ફેન્સી નંબર પ્લેટ અને એરહોર્ન સત્વરે હટાવી લેવા અને આર.ટી.ઓ. માન્ય નંબર પ્લેટ હોય તે ઇચ્છનીય છે વાહનો જયાં ત્યા પાર્ક ના કરવા નિયમ વિરૂદ્ધ વાહન ચલાવનાર સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવનાર હોય તો જુનાગઢવાસીઓ આ ટ્રાફિક નિવારણ ઝૂંબેશમાં સાથ સહકાર આપવા અપીલ કરી છે.

જુનાગઢ શહેરની ટ્રાફિક સમસ્યા નીવારવા રેન્જ આઇજી પી શ્રી સુભાષ ત્રિવેદીની સુચના અને એસ.પી.શ્રી સૌરભસિંઘના સીધામાર્ગદર્શન હેઠળ શ્રી ઉંજીયા અનેતેના સ્ટાફ દ્વારા ટ્રાફિક સમસ્યા સંદર્ભે સર્વે હાથ ધરવામાં જુનાગઢના કેટલાક વિસ્તારોમાંં જટીલ ટ્રાફિક સમસ્યા જોવા મળી જેમાં ઢાલ રોડ પંચહાટડી રોડ, માલીવાડા રોડ, માંગનાથ રોડ, છાંયાબજાર, એમ.જી.રોડ, તળાવ દરવાજા રોડ, બસ સ્ટેશન રોડ વગેરે સ્થળોએ સતત વધતા જતા વાહનોને કારણે ટ્રાફિક નિયમન કરવુ આવશ્યક જણાતા ઓકટોમ્બર માસ દરમ્યાન ટ્રાફિક ડ્રંેક ડ્રાઇવ આજેરાત્રે ૧૦ થી૧ વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે.(૬.૧૦)

(12:14 pm IST)
  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • તિતલી વાવાઝોડું વિકરાળ બન્યું:સવારે ૫ વાગે ત્રાટકશે:ઓડિસાના ૩ લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડયા:ઓડિસા અને આંધ્ર ઉપર ૧૬૫ કિ.મી. સ્પીડ પકડશે:અત્યારે ૧૪૦-૧૫૦ કિ.મી.ની ઝડપ છે.:૧૧ અને ૧૨ મીએ તમામ સ્કુલ કોલેજો બંધ:જાહેર કરતા નવીન પટનાયક: પરીક્ષાઓ રદ્દ કરાઈ access_time 1:14 am IST

  • વાવાઝોડું તીતલી વહેલી સવારે રૌદ્ર સ્વરૂપ સાથે ઓરિસ્સા પહોંચશે:રસ્તામાં આવતા કાંઠાના ૫ જિલ્લાના વિસ્તારો ખાલી કરાવવા આદેશ:ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ૮૩૬ શિબિરો તૈયાર:એન્ડીઆરાએફની ૧૦ સહિત ૧૮ બચાવ રાહત ટૂકડીઓ ખડેપગે access_time 12:42 am IST