Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

મોરબી સિવિલમાં મહિલા કર્મચારી અને દર્દી વચ્ચે છૂટા હાથની મારામારી

મોરબી : હરહંમેશ વિવાદમાં ઘેરાયેલ રહેતી મોરબીની સિવિલ હોસ્પિટલમાં દવા લેવા ગયેલ મહિલા સાથે બે મીહલા કર્મચારીઓને નજીવી બાબતે લપ થતા ગુસ્સે ભરાયેલ મહિલા કર્મચારી ઓફિસ છોડી બહાર ધસી આવી હતી અને મહિલા દર્દી સાથે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા મામલો સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ સુધી પહોંચ્યો હતો.

પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબીની સિવિલ હોસ્પિટલમાં આજે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં બે મહિલા કર્મચારી અને એક મહિલા દર્દી વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી. બાદમાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૃપ ધારણ કરી લેતા મહિલા કર્મચારી ચેમ્બર છોડી બહાર ધસી આવી હતી અને ત્રણેય વચ્ચે બેફામ ગાળાગાળી અને મારામારી થતા દર્દીઓના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને સમગ્ર મામલો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સુધી પહોંચ્યો હતો.

જો કે આ મામલે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. પરંતુ આજની આ શર્મનાક ઘટના બાદ હવે મોરબી સિવિલ સત્તાવાળા દ્વારા પોતાના ગુસ્સેલ કર્મચારીઓ માટે ચિંતન શિબિર ગોઠવવાની તાતી જરૃરિયાત હોવાનું જણાઇ રહ્યું છે.

(5:59 pm IST)
  • સબરીમાલા માફક સુન્ની મસ્જિદોમાં પ્રવેશની મંજૂરી માટે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવશે કેરળની મુસ્લિમ મહિલાઓ :ઝુહરાએ કહ્યું 'હું સમાનતા માટે આમ કરી રહી છું :સુન્ની મસ્જિદોની અંદર મહિલાઓને જવાની અનુમતિ અપાતી નથી:કેરળ સ્થિત મુસ્લિમ મહિલા સંગઠન હવે સુન્ની મસ્જિદોમાં પ્રવેશ માટે સર્વોચ્ચ અદાલત પહોંચશે access_time 12:43 am IST

  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST

  • જૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST