Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

બંધને કારણે મોરબી-સુરેન્દ્રનગર-અમરેલી તથા પોરબંદર એસ.ટી. ડેપોને લાખોનું નુકશાન

રાજકોટથી સૌરાષ્ટ્રભરમાં બધૂ રાબેતા મુજબ હતું: એકપણ બસને નુકશાન નથી... : તોડફોડ ન થઇ પણ ૧પ૦ બસો બપોરે ૪ સુધી બંધ રહીઃ મુસાફરો રઝળી પડયા

રાજકોટ તા. ૧૧ : ભારત બંધના એલાનને કારણે સૌરાષ્ટ્રના ૪ એસ.ટી. ડેપોને આવકમાં મોટુ નુકશાન ગયાનું સત્તાવાર વતુળોએ ઉમેર્યુ હતું. બંધને કારણે મોરબી-સુરેન્દ્રનગર-અમરેલી અને પોરબંદર ડેપોની કુલ ૧પ૦ થી વધુ બસોનું સંચાલન બપોર સુધી બંધ કરી દેવાતા હજારો મુસાફરો રઝળી પડયા હતા અને આ ૪ ડેપોની રોજની જે ર૦ થી રપ લાખની આવક હતી તે ગુમાવવાનો વારો આવ્યો હતો. ઉપરોકત ૪ ડેપો સદંતર બંધ જેવી હાલતમાં હતા, તોડફોડ ન થઇ પણ સંવેદનશીલ વિસ્તારો અને ગ્રામ્ય રૂટો બંધ કરી દેવાયા હતાં, ચાર વાગ્યા બાદ બસો શરૂ કરાઇ હતી. દરમિયાન રાજકોટ એસ. ટી.ના ડીવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ ઉમેર્યુ હતું કે રાજકોટથી તમામ બસો પોતાના રૂટ ઉપર સૌરાષ્ટ્ર તરફ ગઇ હતી, ઉપરોકત ડેપો સિવાય અન્ય કયાંય અસર નહોતી, એકપણ બસને નુકશાન થયું નથી.

(11:18 am IST)