Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

મોરબી નગરપાલિકાની છ બેઠકોની પેટાચૂંટણી માટે 19 ફોર્મ ભરાયા :25મીએ મતદાન

 

મોરબી નગરપાલિકાના કોંગ્રેસના સાત સદસ્યો ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ પેટા ચુંટણીની જાહેરાત થયા બાદ ચુંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં કુલ ૧૯ ઉમેદવારી ફોર્મ ભરાયા છે

મોરબી પાલિકાના ચાર વોર્ડની સાત બેઠકોની પેટા ચુંટણી પૈકી એક બેઠકની ચુંટણી સ્થગિત કરવામાં આવતા બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરાઈ હતી જેના અંતિમ દિવસે આજે કુલ ૧૯ ફોર્મ ભરવામાં આવ્યા છે જેમાં ત્રણ વોર્ડની બેઠકો માટે ભાજપના ઉમેદવારો તેમજ ડમી સહીત ૧૧ ફોર્મ ભરવામાં આવ્યા છે તો કોંગ્રેસનાં ઉમેદવારો અને ડમી ફોર્મ ભરવામાં આવ્યા છે જે ફોર્મની ચકાસણી તા. ૧૨ ના રોજ કરવામાં આવશે અને તા. ૧૪ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે અને પેટા ચુંટણી માટે તા. ૨૫ ના રોજ મતદાન યોજવામાં આવશે

(12:22 am IST)