Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

હાર્દિક પટેલનો ધ્રુજારોઃ આતંકવાદીઓ નથી કે આટલી પોલીસ ગોઠવી છે

ધોરાજીઃ ભાદર બચાવો અભિયાન અંતર્ગત આજે કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાએ જળ સમાધિ લેવા કાર્યક્રમ યોજયો હતો.  આ પ્રસંગે હાજર રહેલ '' પાસ'' અગ્રણી હાર્દિક પટેલ સ્થળ આસપાસના ઢગલો એક પોલીસના ખડકલાથી દુઃખ સાથે આશ્ચર્ય દર્શાવતા કહેલ કે આ કોઇ આતંકવાદી કાર્યક્રમ નથી કે સરકારે આટલી પોલીસ ગોઠવી છે.  હાર્દિક કે કહયું કે મોટા ઉદ્યોગપતિઓને રૂપાણી સરકાર મફતમાં પાણી આપે છે ત્યારે ૩૦૦ ગામડાના લોકો નિરાધાર કરવા પ્રયાસ થઇ રહયા છે. ગુજરાતની પ્રજાને તેના હાલ ઉપર છોડી દેવામાં આવી છે ભાજપ સરકારે કેમીકલ યુકત પાણી છોડનારી ફેકટરીઓ સામે કોઇ પગલા નહિ ભરી આંખ આડા કાન કર્યા છે. હાર્દિકે રૂપાણી સરકાર ઉપર તડાપીટ બોલાવી હતી. (૪૦.૯)

(4:24 pm IST)