Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ઉપલેટાના ખાખીજાળીયા- મોઝીરા- ગઢળા ગામમાં લાઇટની રામાયણઃ ફીડર બદલવા માંગ

ઉપલેટા તા.૧૧: ઉપલેટા તાલુકાના ભાયાવદર પીજીવીસીએલમાંથી ખાખીજાળીયા, ગઢળા તથા મોજીરામાં ખેતીવાડી પાવર આવે છે તયારે છેલ્લા છ માસથી ખેતીવાડીની લાઇટ બાબતે આ ત્રણ ગામનાં ખેડૂતો ત્રાહીમામ પોકારી ગયેલ છે. આ ત્રણ ગામના ખેડૂતોને કયારેય સમયસર પાવર મળતો નથી.હાલ વરસાદ ખેચાણો છે અને ખેડૂતોને મોલ ને પાણી પાવાની જરૂરિયાત ઉભી થયેલ છે પરંતુ પાવરના અનિયમિતતાના કારણે ખેડુતોના મોલ સુકાઇ રહ્યા છે. આ બાબતે ગઢળાના સરપંચ નારણભાઇ આહિરે ઉર્જામંત્રીને કાગળ લખી જણાવેલ છે. આ તરણે ગામના ખેડુતોની માંગ છે કે કોલકી ફીડર બંધ કરી અમોને ફરી ભાયાવદર ફીડરમાંથી પાવર આપવામાં આવે. જયારે સરકાર ૧૦ કલાક વિજળી આપવાની જાહેરાતો કરે છે પરંતુ પ કલાક પણ પુરી વિજળી મળતી નથી જો આ બાબતે તાત્કાલીક કોઇ નિર્ણય કરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખેડુતો જીઇબીની ઓફીસ સામે ઉગ્ર આંદોલન કરશે તેવુ ખેડુતોએ જણાવેલ છે. (૧૧.૬)

(10:39 am IST)